હરિલાલ હ. ધ્રુવ ~ હીરાની કણિકા સમાન * Hiralal H Dhruv  

રાત્રિ-વર્ણન અને મધુરાકાશદર્શન

(શાર્દૂલવિક્રીડિત)

હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો!
મોતીનાં લૂમખાં બધે લળી રહ્યાં નક્ષત્રમાળા અહો!
ધોળીશી ઊભરા સમી દૂધ તણા આકાશગંગા ખીલે!
વાંકી કોર રૂપેરી ચંદ્રની કળા જો આસમાની ઝૂલે!

શાંતિ, શીતળતા, તથા મધુરતા, સૌંદર્ય, શોભા, પ્રભા!
રાત્રિ રાણી સુહાવી સાડી શરીરે દીપાવી ઓ જ્યોત્સના!
હર્ષે નિર્ખિ ઝલે હલેતિ રમણી બાળા ચકોરી-કુળ!
ગાયે ગાન મીઠું રૂડા હલકથી આનંદમાં બુલબુલ!

આવે શાંત સમે શિ ખળખળ વહી, ઝર્ણો, નદીઓ, લળી –
સંગીતધ્વનિ વિસ્તરે! અનિલની લ્હેરો વિલાસે ઢળી!
તારામંડળ સાથ રાસ રચિને બાળા તરંગોજ્જ્વળા
શી આદર્શ સમે સરોવર-જળે નાચે શશીની કળા! –

~  હરિલાલ હ. ધ્રુવ (10.5.1856-29.6.1896)

જન્મદિને સ્મૃતિવંદના

કવિ, અનુવાદક, સંશોધક

કાવ્યસંગ્રહો : કુંજવિહારઅને પ્રવાસપુષ્પાંજલિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: