Tagged: સ્ત્રી

કવિ વિનોદ જોશીના ચાર કાવ્યો * Vinod Joshi

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તીમુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં… પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન; આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તીલાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… બીજી દુકાને...

ભરત ત્રિવેદી ~ સ્ત્રીઓમાં મને

સ્ત્રીઓમાં મને કવિતા વધારે ગમે સ્ત્રી તો કહી પણ તે સોળ વર્ષની યુવતી વિશેષ લાગતી હોય છે કૂવાકાંઠે, ચણિયાચોળીમા બિંદાસ્ત ગમે તે રૂતુમાં આંબલી ચાખતી બેઠી હોય તમને જતા જોતાં જ તમારી પાછળ પડી જાય ને તમારી સાઇકલ પર પાછળ...

રાધિકા પટેલ ~ બારીએથી

બારીએથી પોહ ફાટી, ફળિયાએ મને બૂમ પાડી ફળિયુ મેં વાળી નાખ્યું, ત્યાં માટલાએ ખખડાટ કર્યો માટલામાં મેં નીર રેડ્યાં, ત્યાં ગમાણે ભાંભરાટ કર્યો ગમાણને મેં ખોળ આપ્યો, ત્યાં વલોણાંએ વલોપાત કર્યો વલોણેથી મેં માખણ કાઢ્યા, ત્યાં ચૂલાએ મને સાદ પાડ્યો...

गुलज़ार ~ स्त्री

स्त्री, तुमपुरुष न हो पाओगी वो कठोर दिल कहाँ से लाओगी ?   ज्ञान की तलाश क्या सिर्फ बुद्ध को थी?क्या तुम नहीं पाना चाहती वो ज्ञान?किन्तु जा पाओगी,अपने पति परमेश्वर और नवजात शिशु को छोड़कर ?तुम तो उनपर जान...

ધીરુબહેન પટેલ ~ મારો શાકવાળો * Dhirubahen Patel

મારો શાકવાળો ઘણો સારો છે દરરોજ સવારે મને સ્મિત સાથે નમસ્કાર કરે છે પછી જ ભાવની કડાકૂટ આદરે છે ક્યારેક એના વટાણા સડેલા હોય ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણૂ ન હોય પણ એ એના...

હર્ષદ ત્રિવેદી ~ ફરી મલકાવતાં

ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે ફરીને બાંધતા તોરણ ઘણી તકલીફ લાગે છે. પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો’તો હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે. સદા કરતા હતા જે મોરલા ગ્હેકાટ વણથંભ્યા હવે બોલી શકે છે...

જવાહર બક્ષી ~ રૂપજીવિનીની ગઝલ

રૂપજીવિનીની ગઝલ ~ જવાહર બક્ષી  એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા...

गुलज़ार ~ स्त्री, तुम

स्त्री, तुम पुरुष न हो पाओगी ~ गुलज़ार स्त्री, तुम पुरुष न हो पाओगी…. ज्ञान की तलाश क्या सिर्फ बुद्ध को थी? क्या तुम नहीं पाना चाहती वो ज्ञान? किन्तु जा पाओगी, अपने पति परमेश्वरऔर नवजात शिशु को छोड़कर…. तुम तो उनपर जान...

હર્ષદેવ માધવ ~ હે સ્નેહમૂર્તિ * Harshdev Madhav

હે સ્નેહમૂર્તિ ~ હર્ષદેવ માધવ   મેં ભૂલો કરી છે તેં એમને ભૂંસીને સિદ્ધિ બનાવી છે હું ભૂલતો રહ્યો છું તેં યાદ કરીને ભૂલોના ઈતિહાસમાં યાદશક્તિની તવારીખ લખી છે મેં ગુનાઓ કર્યા છે તેં ન્યાયાધીશ બન્યા વિના માફ કર્યા છે. હું જુઠ્ઠું...

યામિની વ્યાસ ~ વર્કિંગવુમન * Yamini Vyas 

વર્કિંગવુમનનું ગીત ~ યામિની વ્યાસ નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,સીધ્ધી સનનન કરતી સવાર … ‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે…આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર…?’સીધ્ધી સનનન કરતી સવાર… માંડ...

હર્ષા દવે ~ એકવાર જ્યારે.. * Harsha Dave

મેઘધનુષ ~ હર્ષા દવે એકવાર જ્યારે.. એ આકાશમાં રચાયેલું મેઘધનુષ જોતી હતી, બરાબર ત્યારે મા એને માથું ઓળી આપતી હતી.. ને માએ છણકો કરીને કહેલું.. “સીધી બેસ..!! નીચું જોઈને..!” અને એ નીચું જોઈ ગયેલી. બીજીવાર.. સમયસર ઘરે પહોંચવાની લાહ્યમાં એ મેઘધનુષને સ્કુલના આકાશમાં...

ગોપાલકુમાર ધકાણ ~ ભરચક બજારેથી

ભરચક બજારેથી ~ ગોપાલકુમાર ધકાણ ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી મારો પિયુ સાવ ટૂંકો પગારી છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના, જોવાનું એક એક પાસું સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને, પાંપણની નીચે બે આંસું ઈચ્છાના નામે એક છોકરું...

એષા દાદાવાળા ~ આજે 

આજે ઘર ઘરની રમતમાં ~ એષા દાદાવાળા   આજેઘર ઘરની રમતમાં એ પપ્પા બન્યો – અને સાચુકલા પપ્પાની જેમ જમમ્મીની સામે આંખોને લાલ કરીને જોયું મમ્મી સહેજ ધીમા અવાજે બોલી“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…” અને પપ્પાનો અવાજરોજ કરતા સહેજ મોટો થઇ ગયો, પછી થોડીઘણી બોલાચાલીમમ્મીના ડુસકાં- અને...

પ્રતિભા ગજેરા ~ જ્યારે જ્યારે 

જ્યારે જ્યારે હું ઘરખર્ચનો હિસાબ કરું છું ત્યારે લાગે છે કે હું એક રાજ્ય ચલાવું છું. જ્યારે હું રસોડામાં રાંધવા ભરાઈ જાઉં છું ત્યારે લાગે છે હું એક મહાન શેફ છું. જ્યારે હું ઘરના માંદા સભ્યોને સંભાળું છું ત્યારે લાગે...