જવાહર બક્ષી ~ રૂપજીવિનીની ગઝલ

રૂપજીવિનીની ગઝલ ~ જવાહર બક્ષી 

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે

રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં

કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે

ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં

સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે

અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

જવાહર બક્ષી

સર્જક પાસે પરાકાયાપ્રવેશની સિદ્ધિ હોય છે. પ્રખર ચિંતનના કવિ જવાહર બક્ષી એક ગણિકાની અનુભૂતિ સંવેદી શકે છે. જુઓ કવિની આ રૂપજીવિનીની ગઝલ. ખીણમાં ગબડવાની અને ટોચે એકલા ચડવાની વાત, ગણિકાની મનોદૈહિક પીડાને કવિ કેટલી કાવ્યમય રીતે વર્ણવે છે તો ‘ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે’ કહી કવિ આ વ્યાવસાયિકાની મનોભૂમિકાને કેટલી ઊંચે લઈ જાય છે ! ગણિકાની ગઝલમાં આ શબ્દો જ અગરબત્તીની સુગંધ ફેલાવે છે.

OP 19.2.22

કાવ્ય : જવાહર બક્ષી સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વર: હેમા દેસાઈ

***

પ્રફુલ્લ પંડ્યા

19-02-2022

કવિશ્રી જવાહર બક્ષીનાં ૭૫મા જન્મદિવસ નિમિત્તે” કાવ્ય વિશ્વ”એ જે રીતે અમૃત મહોત્સવ ઉજવ્યો તે કાબિલે દાદ છે. સમગ્ર વાતાવરણ જવાહરમય બની ગયું ! જવાહરભાઈને હાર્દિક અભિનંદન અને લતાબેનને સલામ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: