
રાધાની આંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
~ વિવેક મનહર ટેલર
જમુનામાં વહેતા જળ એ રાધાના આંસુ…. મોરપીંછના રંગો એ રાધાના રોળાયેલા શમણાં…. કવિના કલ્પનો કેવાં હૃદયસ્પર્શી છે ! ઝંખના માટે કવિએ શબ્દ વાપર્યો છે, ‘ધખધખતી ઝંખના’ ક્યા કહેના !!
*****

બંને ગીતો 👌🏻
પ્રાથમ ગીતમાં…
હનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
દ્વિતીય ગીતમાં…
ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
અતિ ગહન અને મનને હલબલાવતી પંક્તિઓ…
રચનાકારની ગાંભીર્યભરી રચનાઓ… અભિનંદન
સરસ આકલન
ખૂબ ખૂબ આભાર
આભાર
બંને ગીતો ખૂબ જ સરસ, રાધા, કાન અને ગોપીભાવ સરસ રચાયો છે.
બંને ગીતો ખૂબ જ સરસ છે.અભિનંદન
‘રાધાની આંખ’ આ ગીતના શબ્દો તો હ્રદયસ્પર્શી છે જ. એ ગીત, જ્યારે મધુર સ્વરોથી ગવાય છે ત્યારે આપણે જાણે રાધાની દુનિયામાં પહોંચી જઈએ છીએ. ગોપીના મનની વાત કહેતું બીજું ગીત પણ લાજવાબ!
વાહ..વાહ..બંને ગીતો ખૂબ સરસ…અભિનંદન
વાહ ખૂબ સુંદર બંને ગીતો 👌
કવિશ્રી વિવેક ટેલરના સરસ ગીતો માણવા મળ્યા
બંને ગીતો હદયસ્પર્શી
દમદાર થયા છે
વાહ.. મજાના ગીતો
ઉદ્ધવજી….. વાહ 👏
👌👌👌
વાહ ખૂબ મનભાવન
વાહ સરસ.પહેલું ગીત કારણ પૂછો..
ગાર્ગી વોરાના કંઠે સાંભળેલ છે પણ ઉદ્ધવને કેન્દ્રમા રાખી ગીત લખનાર કદાચ તમે પહેલા છો. માહીનો ઉપયોગ પણ ગમ્યો.બે વાર વાંચી ગયો..
અભિનંદન
વાહ…. ગમતા ગીતો….
કવિશ્રી વિવેક ટેલરનાં બંને ગીતો ગમ્યાં. આસ્વાદ્ય અને સ્વરાંકન માટેના ગીતો. કવિને અભિનંદન.
આસ્વાદ્ય અને સ્વરાંકન માટેના ગીતો માટે કવિને અભિનંદન
Beautiful….
બંને કાવ્ય ઉત્તમોત્તમ છે. ખૂબ ખૂબ અભિનંદન કવિરાજ 👏👏👏🌹
કવિશ્રી વિવેક ટેલરના બંને ગીતો સરસ છે.મજા પડી !
પ્રફુલ્લ પંડ્યા
સરસ મજાના પ્રોત્સાહક પ્રતિભાવ પાઠવવા બદલ સહુ ભાવકમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…
મારા મને ગમતાં બે ગીત સાઇટ ઉપર મૂકવા બદલ લતાબેન હિરાણીનો પણ અંતઃકરણપૂર્વક આભાર…
આ મારો આનંદ છે વિવેકભાઈ.