એષા દાદાવાળા ~ આજે 

આજે ઘર ઘરની રમતમાં ~ એષા દાદાવાળા  

આજે
ઘર ઘરની રમતમાં

એ પપ્પા બન્યો –

અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે આંખોને લાલ કરીને જોયું

મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”

અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,

પછી થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-

અને પછી બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા

મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી પાપા બનેલો દીકરો

ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની બહાર નીકળી ગયો

બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને

દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ

મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ

એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી

પાછું ભેગું કરવામાં લાગી ગઈ…!

એષા દાદાવાળા

ઘર ઘરમાં રમાતી રમત દ્વારા કવિએ ઘર ઘરને ઉઘાડા પાડી દીધા છે ! શબ્દોમાં જેટલી કવિતા ઉપસી છે, મનમાં એટલી જ પીડા ઉપસવી જોઈએ. 

બાળક એ જ શીખે છે જે જુએ છે. એ નહીં જે તેને શીખવાડવામાં આવે છે ! આ સનાતન સત્ય હજી ઘણા માતાપિતા નથી સમજતા. પુરુષપ્રધાન માનસિકતાવાળા સમાજમાં જ્યાં સુધી આવા દૃશ્યો ભજવાયા કરશે ત્યાં સુધી બધા જ સત્સંગ, તમામ ઉપદેશ કે સહસ્ત્ર સંતવાણી નકામા બની રહેવાના ! 

OP 11.6.22

આભાર

17-06-2022

આભાર સ્મિતાબેન, કિશોરભાઇ, મેવાડાજી, છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

Smita Shah

12-06-2022

Wonderful!

સાજ મેવાડા

11-06-2022

બાળકો મોટાઓનું જ અનુંકરણ કરે છે એ ખૂબજ સરસ રીતે રજૂ થયું છે, કવયત્રીની અછાંદસ ઉપર સરસ પકડ છે.

છબીલભાઈ ત્રિવેદી

11-06-2022

અેષા દાદાવાળા નુ અછાંદસ કાવ્ય ખુબજ હ્રદય સ્પર્શી કડવી વાસ્તવિકતા નુ દર્શન કરાવતુ કાવ્ય પુરુષ પ્રધાન સમાજ માઆવા દ્રશ્યો દરરોજ જોવા મળે છે માનસિકતા તુટતા વર્ષો લાગશે આપનો અભિપ્રાય અેકદમ સાચો છે આભાર લતાબેન

કિશોર બારોટ

11-06-2022

અછંદાસ બાબતે એષા દાદાવાળાની કલમ અદ્ભૂત આશ્ચર્ય સર્જે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: