યામિની વ્યાસ ~ વર્કિંગવુમન * Yamini Vyas 

વર્કિંગવુમનનું ગીત ~ યામિની વ્યાસ

નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,
સીધ્ધી સનનન કરતી સવાર …

‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે…
આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…
કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર…?’
સીધ્ધી સનનન કરતી સવાર…

માંડ પહોંચતી ઓફિસ સૌના પૂરા કરી અભરખાં
ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં
કેટલી દોડમદોડી તોય થઇ જાતી બસ વાર…
સીધ્ધી સનનન કરતી સવાર

શમણાઓ શૈયા પર પોઢ્યા ઓશિકામાં મીઠી વાત,
અડધી નીંદમાં અડધું જાગ્યા, એમ પૂરી થઇ આખી રાત !
અડધી ઘરે, અડધી ઓફિસે, કેવી જીવનની પગથાર !
સીધ્ધી સનનન કરતી સવાર…

~ યામિની વ્યાસ

વર્કીંગ વિમેનની વ્યથાને વર્ણવતું, સીધું સનનન કરતું સ્પર્શી જાય એવું ગીત. 

OP 15.3.22

આભાર

22-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, રેખાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

15-03-2022

દરરોજની એકસરખા જીવનને ગીત કવિતામાં ઢાળી કવિયત્રી યામિની બહેને કમાલ કરી છે.

છબીલભાઇ ત્રિવેદી

15-03-2022

આજનુ યામિની વ્યાસ નુ વર્કિંગ વુમન ને લગતુ કાવ્ય ખુબજ સાચી હકીકત દર્શાવે છે સમય જ અેવો આવી ગયો છે કે બેછેડા ભેગા કરવા સ્ત્રી ને પણ કામ કરવુ પડે છે અને તેની વ્યથા ને કોઈ સમજી શકતુ નથી ત્યારે તે હિમત હારી જતી હોય છે ખુબ ખુબ અભિનંદન

રેખાબેન ભટ્ટ

15-03-2022

યામિનીબેન…. મજા આવી ગઈ…. અડધા ગુજરાતની સ્ત્રીઓ દોડે છે…. પણ તમે બહુ મજેદાર રીતે થોડામાં ઘણું કહ્યું….. અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: