રાધિકા પટેલ ~ બારીએથી

બારીએથી પોહ ફાટી, ફળિયાએ મને બૂમ પાડી

ફળિયુ મેં વાળી નાખ્યું, ત્યાં માટલાએ ખખડાટ કર્યો

માટલામાં મેં નીર રેડ્યાં, ત્યાં ગમાણે ભાંભરાટ કર્યો

ગમાણને મેં ખોળ આપ્યો, ત્યાં વલોણાંએ વલોપાત કર્યો

વલોણેથી મેં માખણ કાઢ્યા, ત્યાં ચૂલાએ મને સાદ પાડ્યો

ચૂલામાં મેં દેતવા નાખ્યાં,  ત્યાં ઓટલાએ રા’ડ પાડી

ઓટલાને મેં રોટલા ધર્યા, ત્યાં પાટલાએ મને મેણું માર્યું

પાટલાના મેં પગ ધોયા, ત્યાં પારણીયે કાકલૂદી થઇ

પારણાને મેં ધાવણ આપ્યું, તો ખાટલાની મને દયા આવી

ખાટલાની મેં ચાકરી કરી, ત્યાં મૂછોએ મને ભરડે લીધી

મૂછોને મેં આંટી આપી, ત્યાં પંડ્યે મારે પોરો માંગ્યો

પંડ્યે એકાદ પડખું ફેરવ્યું, ત્યાં બારીએથી પોહ ફાટી…………… 

~ રાધિકા પટેલ

સ્ત્રીના, ગૃહિણીના જીવનની રોજિંદી ચક્કીની જેમ ચાલ્યા કરતી ઘટમાળને કવિ રાધિકા પટેલે સરસ રીતે રજૂ કરી છે. એ પત્ની છે, વહુ છે, માતા છે અને આ બધા રોલમાં ચોવીસે કલાક એનું પંડ કેવું પીસાતું રહે છે એ આ કાવ્યમાં કુશળતાથી ચિતરી આપ્યું છે.

ઘરમાં સાસુ, સસરા, પતિ ને બાળક માટેનાં પ્રતિકો સૂઝપૂર્વક યોજાયાં છે. રોજિંદી ઘટમાળની વ્યથા કે ફરિયાદ અહીં વરતાય છે ખરી પણ બહુ ઝીણા સ્વરે. જુઓ, નાયિકાને ‘ખાટલાની દયા આવે છે અને ‘ખાટલો પણ માત્ર એનો હક માગે છે, કોઇ જોહુકમી નથી કરતો. અહીં આક્રોશ નથી. બસ જે છે એની રજૂઆત છે. એકની એક ઘટમાળથી લાગતા થાકની વાત છે. એક પછી એક ચાલતા કાર્યોની ઘટમાળની રજૂઆત માણવા જેવો એક લય પેદા કરે છે.

‘હું લાગણી’ કાવ્યસંગ્રહ 

16.2.21

રસીલા કડિયા

13-04-2021

રાધિકાના કાવ્યમાંના પ્રતિકો અફ્લાતૂન

રૂપલ મહેતા

13-04-2021

“બારીએ થઈ પો ફાટી…”રાધિકા પટેલ ની રચના શૈલી લાજવાબ…મધુમતી મહેતા ની કૃતિ..”બે..ત્રણ શેર લખી ગયા…અઠે ગઠે..”..વાંચવાની મજા પડી…

Vipul Acharya

13-04-2021

Radhika’s poetry wonderful.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: