જયા મહેતા ~ સ્ત્રી દેવી છે

સ્ત્રી દેવી છે ~ જયા મહેતા

સ્ત્રી દેવી છે, સ્ત્રી માતા છે, સ્ત્રી દુહિતા છે

સ્ત્રી ભગિની છે, સ્ત્રી પ્રેયસી છે, સ્ત્રી પત્ની છે

સ્ત્રી ત્યાગમૂતિ છે, સ્ત્રી અબળા છે, સ્ત્રી સબળા છે

સ્ત્રી નારાયણી છે, સ્ત્રી નરકની ખાણ છે,

સ્ત્રી પ્રેરણામૂર્તિ છે, સ્ત્રી રહસ્યમયી છે,

સ્ત્રી દયાળુ-માયાળુ છે, સ્ત્રી સહનશીલ છે, સ્ત્રી લાગણીપ્રધાન છે,

સ્ત્રી ડાકણ છે, સ્ત્રી ચુડેલ છે, સ્ત્રી પૂતના છે

સ્ત્રી કુબ્જા છે, સ્ત્રી મંથરા છે,

સ્ત્રી સીતા છે ને સાવિત્રી છે સ્ત્રી..

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે….

જયા મહેતા

કવિ કહે છે, સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે. સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે !! આખાયે ગદ્યકાવ્યનો આ અત્યંત ચોટદાર અંત છે. શા માટે સ્ત્રીને માત્ર એક મનુષ્યના સ્વરૂપમાં નથી સ્વીકારવામાં આવતી ? શા માટે એના અસ્તિત્વને કોઇ લેબલ વગર નથી સ્વીકારવામાં આવતું ? એના જીવનની વિડંબના અહીં જ છે. એને હક છે પોતાની રીતે જીવવાનો અને મોટેભાગે એની પાસેથી આ હક છીનવી લેવામાં આવે છે. કાં તો એને દેવીના આસને બેસાડી દેવામાં આવે છે અથવા તો એ પગલૂછણિયું બની સૌની નીચે કચડાતી રહે છે.

શા માટે એને કોઇને કોઇ ચહેરો ઓઢીને જ ફરવું પડે છે ? અહીં પુષ્પા વ્યાસની પંક્તિઓ યાદ કરીએ..  

બહારથી આવીને બહારનો ચહેરો બારસાખે ટાંગી દીધો

ઘરમાં આવી ઘરનો ચહેરો ડામચિયેથી કાઢી લીધો.

OP 28.7.22

***

Meena Jagdish

31-08-2022

કવિતાનું હાર્દ ….સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે…👏👏👌🙏🏻

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

સાજ મેવાડા

28-07-2022

ખૂબ જ વેદનામય સ્ત્રીની અભિવ્યક્તિ.

છબીલભાઈ ત્રિવેદી

28-07-2022

સ્ત્રી ના ઘણા રૂપ છે પણ હજુ સુધી કોઈ સ્ત્રી ને સ્ત્રી તરીકે સ્વીકાર કરતુ નથી તે કડવી વાસ્તવિકતા છે વેદના સભર કાવ્ય આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: