મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ આપ કરી લે

આપ કરી લે ~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’  

આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

હૃદય સુધી પહોંચતી હૃદયની વાણી.

કવિના જન્મદિને સ્મૃતિવંદના…

OP 27.7.22

***

Meena Jagdish

31-08-2022

સ્વને ઓળખવાની વાત…🙏🏻🙏🏻🙏🏻

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, ચંદ્રશેખરજી, વારિજ ભાઈ, રન્નાદેજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

રન્નાદે શાહ

01-08-2022

વાહ…r

છબીલભાઈ ત્રિવેદી

27-07-2022

કવિ ના જન્મદિને આધ્યાત્મિક રચના આભાર લતાબેન

ચંદ્રશેખર પંડ્યા

27-07-2022

આદરણીય કવિને જન્મદિવસે સ્મૃતિવંદન!

Varij

27-07-2022

આપણાં સૌના હ્રદયસ્થ કવિશ્રી…”ગાફિલ” સાહેબની શબ્દ ચેતનાને વંદન 🙏💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: