ગુલામ અબ્બાસ‘નાશાદ‘ ~ ગઝલ લખું છું Gulam Abbas

ગઝલ લખુ છું, હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.

પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.

પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.

સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.

જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.

જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.

આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.

નિહાળો દૂરથી ‘નાશાદ’ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.

– ગુલામ અબ્બાસ નાશાદ

‘ગઝલ લખુ છું, હૃદય પર તો ભાર હોવાનો’ – અને યાદ આવે ‘કવિ થવું છે, ક્યાં છે તમારા જખ્મો ?’ દરેક શેરમાં જીવનની સમજણ પરોવાઈ છે… ‘હાસ્ય’ એ પીડાનો પ્રકાર એમ જ ન બની જાય !

20.8.21

***

Pranav thaker

21-08-2021

Wah?

Sarla Sutaria

21-08-2021

તમારી ગઝલો વાંચી ને ભાર હળવો થઈ જાય છે નાશાદભાઈ ???

છબીલભાઈ ત્રિવેદી

20-08-2021

આજનુ ગુલામ અબ્બાસ સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ કવિ શ્રી ના બધાજ શેર માણવા લાયક હાસ્ય અને વિષાદ અેક સિકકા ની બે બાજુ છે અેટલેજ જીવન નુ બેલેન્સ જળવાય રહે છે આભાર લતાબેન

દિનેશ ડોંગરે નાદાન

20-08-2021

નાશાદ અમારા વડોદરાના અઝીઝ કાદરી પછી સૌથી સિનિયર ગઝલકાર છે. વડોદરાના ઘણા ગઝલકારોએ એમને પાસેથી ગઝલનું જ્ઞાન મેળવ્યું છે. ઉદાસી એમનો સ્થાયી ભાવ હોવા છતાં અનુભૂતિની સચ્ચાઈ અને ચિંતન જમા પાસુ છે. પ્રસ્તુત ગઝલ એનું સચોટ પ્રમાણ છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-08-2021

વાહ, નાશાદ સાહેબ, કાયમ સદાબહાર ગઝલકાર. એમની રચનાઓમાં આ ગઝલ જૂદુજ ભાવવિશ્વ ખડુ કરે છે.

બકુલેશ દેસાઉ

20-08-2021

વાહ નાશાદ સાહેબ…સરસ રચના…
હોવાનો !!

Varij Luhar

20-08-2021

વાહ …નાશાદ સાહેબ ની સુંદર ગઝલ માણવા મળી

Vivek Tailor

20-08-2021

સરસ

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    કોઈ પણ પ્રકારની વેદના-સંવેદના વગર કવિતા રચાય નહીં, અને એ ગઝલમાં નાશાદ સાહેબ સુપેરે ઉતારે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: