કરમના કારમા કાંડો ~ લતા હિરાણી * Lata Hirani
ફીફાં ખાંડો
કરમના કારમા કાંડો
ફરીથી ઘાવ પર દાંડો
શહેરના મૂક લોકો હે,
મરો ને ભીંતને ભાંડો.
ઉઠાવી એ જ ફરતા રે’
કરીને ન્યાયને બાંડો
જમા અંગો થતાં જ્યાંથી
હિસાબો મોતના માંડો.
ઉઘાડો તો નજર આવે
નહીં તો વાત એ છાંડો
બધાં ફીફાં સલામત છે
મળીને રોજ એ ખાંડો.
લતા હિરાણી
સત્ય અને વાસ્તવિક અભિવ્યક્તિ.
આભાર ઉમેશભાઈ
વાહ,સરસ.
સરસ અભિવ્યક્તિ
આભાર રતિલાલભાઈ
સાંપ્રત ઘટના પર કટાક્ષ કાવ્ય
આભાર હરીશભાઈ
ખૂબ જ દુઃખદ ઘટના પર સચોટ પ્રતિભાવ 👍
આભાર શ્વેતાજી
ખૂબ જ સરસ અભિવ્યક્તિ ટુંકી બહેરની ગઝલ.
આભાર મેવાડાજી
તીવ્ર કટાક્ષબાણ તાકતી સાંપ્રત કરૂણાંતિકાનીસક્ષમ ભાષાભિવ્યકતિ ! વાહ લતાબેન, હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડયા
આભાર પ્રફુલ્લભાઈ
વાહ કહેવું કે આહ?
આહ કિશોરભાઇ
કેટલું વીતી ગયું, તેમ લતાબહેનની કલમ પણ અહીં રડી છે. ઉમદા રચના.
આભાર હસમુખભાઇ
સાંપ્રત ઘટના નો હ્રદય દ્વાવક પડઘો
આભાર છબીલભાઈ
ખૂબ જ સરસ…. સચોટ…સટીક….સટ્ટા…ક….!!
From within the heart..!
આભાર રેણુકાબેન
ખૂબ સરસ રચના , નાનકડાં ભુલકાઓનો શું વાંક,
સરળ સચોટ પડઘો . વાહહહહહ
આભાર પ્રજ્ઞાબેન