રશીદ મીર ~ પળપળનો ઈંતઝાર * Rashid Mir
એવું પણ બને
પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.
સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.
આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.
સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!
ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.
આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.
બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.
~ રશીદ મીર (1.6.1950 – 11.5.21)
મનોજ ખંડેરિયાની યાદ અપાવતી પણ જુદી જ ગઝલ.
કવિની ચેતનાને વંદન
સ્મરણ વંદના.
ખુબ સરસ 👌🏻👌🏻
મનોજ ખંઢેરિયા ની રચના યાદ આવી ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ
Bahu saras gazal
મારા ગુરુ તુલ્ય સદ્ગત રશીદ મીર સાહેબ ને સ્મૃતિ વંદન. ખૂબ જ સરસ માર્મિક ગઝલ.
ગઝલ એના મિજાજને બરાબર વહન કરે છે.વંદન.
પળ પળનો ઇન્તેજાર રચના ગમી
ડૉ.રશીદ મીર સાહેબની પરમ ચેતનાને વંદન.એમની સાથે કરેલી સભાઓ આજે પણ સ્મૃતિમાં છે.
મારાં ગુરુ તુલ્ય ડો.રશીદ મીર સાહેબ.
ધબક મેગેઝિન, નવોદિતોને પ્રોત્સાહન, બુધસભાનું સંચાલન ખૂબ સરસ રીતે…
વંદન 🙏🙏
મીર સાહેબ નવોદિતોને પ્રોત્સાહન આપી સારું લખવા પ્રેરતા. બુધસભામાં આવનાર કવિઓની રચના સાભળી માર્ગદર્શન આપતા. એમના જવાથી વડોદરા કવિ આલમને મોટી ખોટ પડી છે.