Tagged: Nature

મનોહર ત્રિવેદી ~ તડકાને તો * Manohar Trivedi

મનોહર ત્રિવેદી 
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !

રાજેન્દ્ર પટેલ ~ વૃક્ષ

જ્યારથી વૃક્ષ ઉપરથી પહેલું પંખી ગીત ગાઈને ઊડી ગયું ત્યારથી વૃક્ષ ઝૂરતું રહ્યું એના માટે એ ઝુરાપામાં ને ઝુરાપામાં એને ફણગી ઊઠ્યાં ફળ લચી પડ્યા ફૂલ જેટલી વાર કોઈ મધમાખીએ ચૂસ્યાં ફૂલ જેટલી વાર કોઈ પંખીએ કોચ્યાં ફળ વૃક્ષ ફરી...

પારુલ ખખ્ખર ~ દરિયો * Parul Khakhkhar

શરમ છોડી ઉઘાડેછોગ ભેટી જાય છે દરિયો,જરા શી આંખ મિંચકારી પછી મલકાય છે દરિયો. અઘોરી જેમ ખિસ્સામાં રહેલી રેત ધૂણે ને,બની સાંકળ ત્વચા પર તે પછી વિંઝાય છે દરિયો. કિનારા પર પ્રથમ તો એક પગલું આળખે પોતે,પછી મોજાં ભરેલી આંખમાં...

હર્ષદ ચંદારાણા ~ ગરજતા મેઘ

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે. હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે. પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ...

નીતા રામૈયા ~ વરસાદ

પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ; ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ. વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું આષાઢી કહેણનું વણછુટ્યું બાણ; ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી આકાશી...

વિષ્ણુ પંડ્યા ~ કેવો દુર્લભ પિંડ

કેવો દુર્લભ પિંડ છે તારો, વર્ષા-હેમંત-શિશિર કે વસંતનો ય ના મોહ, ના માયા.ના કોઈ આશ્વતીની એષણા.તુજ આગમન તપતા મધ્યાહને, ભૂતળજલ સુકાઈ ગયા હોય, સૂર્ય તેના પ્રખર મિજાજમાં ને વૃક્ષ-વેલી-છોડની તૃષા  સંતપ્ત. આંખનું આંસુ હોઠ પરની પ્યાસનું એક જ બિંદુ બની જાય,..ત્યારે તું આવે છે. ગ્રીષ્મના મધ્યાહને અને તપ્ત રાત્રીએ પ્રસરે છે...

કિશોર બારોટ ~ વરસાદ

ધોરીયા ધારે આભથી પડતું મુકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ. ડુંગરાઓ ઉથલાવશે જાણે, વાયરે એવો વેગ. આભને ઊભું ચીરતી ‘સટાક’ વીજની તાતી તેગ. હુમ..હુડૂડૂ  સિંહની પેઠે હૂંકતો રે વરસાદ. તીરની પેઠે ભોંયમાં ‘ખચાક’ ખૂંપતો રે વરસાદ....

યોસેફ મેકવાન ~ આભમાં મ્હોર્યાં * Yosef Mecwan

આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,ધરતી સાથે પ્રીત એવી કેખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ ! ડાળ ભરેલાં પાન એવાં...

હર્ષદ દવે ~ તડકો

તડકો : હર્ષદ દવે તડકો કાચ તોડી નાખે એવો લાલ-લીલું-ભૂરું વિખરાય રેતવરણાં ઉજાગરા દેખાય ગત જન્મના વેરી રસ્તાઓ છતી આંખે શરીરની આરપાર પ્રસરી જાય ધમની-શિરાઓ તડાક તૂટે ઢગલો કરી ઢાળી દે આખ્ખે આખા ગરમાળાનું બી મોતીયો બની ઝૂરે ગુલમ્હોરની પાંદડીને...

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ~ વૃક્ષ નથી * Chandresh Makwana

વૃક્ષ નથી વૈરાગી એણે એની એક સળી પણ ઇચ્છાથી ક્યાં ત્યાગી વૃક્ષ નથી વૈરાગી જેમ ખૂટ્યાં પાણી સરવરથી જેમ સુકાયાં ઝરણાં જેમ ભભકતી લૂ લાગ્યાથી બળ્યાં સુવાળાં તરણાં એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી. વૃક્ષ નથી વૈરાગી…..  તડકા-છાયા...

રીના મહેતા ~ઘાસ

વરસાદનું પાણી પી-પીને પોચી પડી ગયેલી માટીવાળા આ વિશાળ મેદાનમાં ફેલાઈ ગયું છે ઘાસનું સામ્રાજ્ય દૂર નજર પડે ત્યાં સુધી ઘાસ જ ઘાસ. અજાણી વેલીઓ એકમેકને વીંટળાઇ રચી દે છે લીલી ટેકરી ને એની પાછળ ડહોળા પાણીમાં ઊભેલું કાળું ડુક્કર...

પ્રહલાદ પારેખ ~ જૂઈ * Prahlad Parekh

જૂઈ : પ્રહલાદ પારેખ સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,જૂઈ જતી રમવા...

નીનુ મઝુમદાર ~ પંખીઓએ કલશોર કર્યો

પંખીઓએ કલશોર કર્યો ભાઈ : નીનુ મઝુમદાર પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,નીરખે...

મીનપિયાસી ~ આહાહાહા શી ટાઢ!

આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ! ગોદડીયુંની વચ્ચે ગરતી, કરતી કૈંક અડપલાં, પચાસ હેઠે પારો જાતાં, પહેરું ડબ્બલ કપડાં. ટાઢ કહે કે ‘ હુંય ઠરુ છું, બહાર મને કા કાઢ?’ આહાહાહા શી ટાઢ!...