યોસેફ મેકવાન ~ આભમાં મ્હોર્યાં * Yosef Mecwan

આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !
ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !
ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,
સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,
ધરતી સાથે પ્રીત એવી કે
ખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ !

ડાળ ભરેલાં પાન એવાં ત્યાં કોઈ રહે ના પંખી,
એટલે સકલ સૃષ્ટિ એણે ઉરથી ઝાંઝી ઝંખી !
ઝંખના મારી એટલી કે એ
ફાળ ભરે ને તોય તે મને ડગલું લાગે માંડ !
આભમાં ફોર્યાં જળનાં વિશાળ ઝાડ !

– યોસેફ મેકવાન

કવિ યોસેફ મેકવાનની કવિતાઓમાં આ મને સૌથી વધારે ગમે.

વરસાદ માટે આવું કાવ્ય ભાગ્યે જ મળે ! જળ ભરેલા વાદળોને કવિએ ‘આભમાં મહોર્યા ઝાડ’ કહ્યાં છે ! વાહ ! કેવું મજાનું અને નાવીન્યભર્યું કલ્પન ! પછી એ જ રંગ ને આભા લઈને આખું કાવ્ય ઉતરે ! અને લય જુઓ કેવો મજાનો !

ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ, સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ…..

4.9.21

***

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

આજની યોસેફ મેકવાન સાહેબ ની રચના ખુબ સરસ વરસાદ અને વાદળો, ધરતી આબધા નો અેક અેવો નાતો જે કવિ અે ખુબજ નાવિન્ય પુર્ણ રીતે કાવ્ય મા રજુ કર્યો છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

દિનેશ ડોંગરે નાદાન

06-09-2021

ખૂબ સુંદર કવિતા યોસેફ ભાઈ

Varij Luhar

04-09-2021

ખૂબ સરસ કાવ્ય

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

04-09-2021

આ કવિતા ખાસ એના લય અને પ્રાસને લીધે સરસ રચાઈ છે.

રેખાબેન ભટ્ટ

04-09-2021

આભમાં મહોર્યાં જળનાં ઝાડ… ખૂબ ગમી વરસાદની કલ્પના. વાહ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: