પ્રહલાદ પારેખ ~ જૂઈ * Prahlad Parekh

જૂઈ : પ્રહલાદ પારેખ

સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે, તેને ગમતું અંધારે.

માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે, તેને ગમતું અંધારે.

પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય, મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય:
શાને હસતાં? એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય?
પ્રભાત સાથે શું નવ વ્હાલ? ઘેર જતી રે’ કાં, –શરમાળ? – પ્રહલાદ પારેખ

કવિ પ્રહલાદ પારેખના જન્મદિવસે તેમની સર્જક ચેતનાને વંદન સહ… આ મોજ કરાવતું નમણું ગીત માણો..

12.10.21

***

આભાર આપનો

16-10-2021

આભાર છબીલભાઈ, મેવાડાજી….

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

16-10-2021

આજનુ કવિ શ્રી પ્રહલાદ પારેખ સાહેબ નુ ખુબજ સરસ ગીત આપે ખરેખર નમણુ ગીત શબ્દ પ્રયોગ કર્યો તેખુબજ વ્યાજબી છે કવિ શ્રી નાબધા ગીતો ખુબ યાદગાર છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-10-2021

ખૂબ જ સુંદર ભાવચિત્ર આ ગીતમાં અનુભવાય છે. કવિ શ્રી. પ્ર. પા.ને સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: