કાજલ જોશી ~ જાત સાથે

જાત સાથે રોજ – કાજલ જોશી  

જાત સાથે રોજ રોજ લડ્યા જ કરીએ

નવા નવા આપણે જડ્યા જ કરીએ.

પળમાં તે ઝૂંપડી ને પળમાં પહાડ

ઇમારતો એવી એમ ઘડ્યા જ કરીએ.

વાતને કે નાતને કે પછી જાતને

એમ ઝંઝાવાત થઇ નડ્યાં જ કરીએ.

બે આંસુથી ક્યાં હવે ગમ છુપાય છે

નદી બનીને ચાલને રડ્યા જ કરીએ.

ઉઘાડી બારી બહાર જવાબ તે જિંદગી

પ્રશ્નોની સાંકળ થઇ ખખડ્યા જ કરીએ… કાજલ એચ. જોષી

વય ચાહે કોઇ પણ હો, સ્ત્રીનું જીવન પ્રશ્નોથી ભરપૂર. અલબત્ત પુરુષોને પ્રશ્નો નથી હોતા એવું નથી પણ સરખામણીમાં, રોજબરોજની જીવાતી જિંદગીમાં સ્ત્રીઓને સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. સમાધાનો પણ વધુ કરવા પડે છે એટલે જ એની કવિતામાં અવસાદ અને આંસુ વધારે પ્રગટે છે. ‘ચાલને નદી બનીને રડ્યા કરીએ’…. સ્પર્શી જાય છે. અંદરની લડાઇ ક્યારેક સ્વને સાવ નવા સ્વરૂપે ઉઘાડે છે !! ક્યારેક અંદરનું પ્રાણતત્વ તેજ બનીને એવું ઉઘડે છે કે જેની પોતાનેય જાણ નથી હોતી.. આ એક ઉપલબ્ધિ છે. મુશ્કેલીઓમાંથી જડી આવતું મોતી છે.

થોડીક મોકળાશ ઝંખતી પણ વાસ્તવિકતાને સ્વીકારી શકતી એક સ્ત્રીનો સમજદારીભર્યો અભિગમ અહીં સરસ શબ્દોમાં રજૂ થયો છે.

13.10.21

આભાર આપનો

16-10-2021

આભાર છબીલભાઈ, મેવાડાજી….

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

16-10-2021

આજનુ કાજલ જોશી નુ કાવ્ય ખુબજ ગમ્યું સ્ત્રીઓ ને ઘણા સમાધાન કરવા પડે છે તે અેકવીસમી સદી ની કરૂણતા કહેવાય અેકવસમી સદી સ્ત્રી માટે સાબીત થાય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

13-10-2021

આવો મુંઝારો કદાચ દરેક સ્ત્રીનો હશે, આપે યોગ્યજ કહ્યું કે પુરુષો પણ એમાંથી બાકાત નથી, કારણો જૂદાં હોઈ શકે. સરસ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: