મનોહર ત્રિવેદી ~ તડકા ! તારા તીર * Manohar Trivedi

field of plants
Photo by Pixabay on Pexels.com

તડકા ! તારા તીર
વીંધતો જાય કોઈ શિકારી કોયલકાબરકીર 

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર ?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે : હડી કાઢતી આ બપ્પોર
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર
ઝૂંટવે તું શું જોર ? તું તારે લાવજે તારો પીર..
તડકા તારાં તીર…

~ મનોહર ત્રિવેદી

આ કવિનું આવું જ મજાનું અને એય તડકાનું જ ગીત.. નર્યું ચિત્રાત્મક … જાણે આંખ સામે સીમનો બપ્પોર તાદૃશ્ય થાય છે…  

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    ખૂબ સરસ. તાજા કલ્પનોની સુગંધ લઈ મનોહરભાઇ આ કવિતાથી તરબતર કરી દે છે. છાંયડો પણ વાડની ઓથ શોધે એ પંકિત તડકાની ઉગ્રતા કેવી સચોટ રીતે બતાવે!તડકાના તાતા તીર…….પણ અનોખા.

  2. kishor Barot says:

    અદ્ભૂત ગીતોના કવિને સાદર વંદન.

  3. મસ્ત મજાનું ગીત… મજાનું ભાષાકર્મ…

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ જ સુંદર રચના…તડકો તો તડકો …છેવટે પીર સુધી જોડી દીધો….ખૂબ અભિનંદન…કવિને અને લતાબેન ને પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: