નીનુ મઝુમદાર ~ પંખીઓએ કલશોર કર્યો

પંખીઓએ કલશોર કર્યો ભાઈ : નીનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં. ~ નિનુ મઝુમદાર

કવિ અને સંગીતકાર નિનુ મઝુમદારનું કેટલું સુંદર ગીત ! ઢળતી સાંજ ને ફરી વળતી રાત અદભુત રીતે ચિત્રિત થઈ છે. કવિ પોતે મુખ્યત્વે સંગીતકાર છે એટલે સ્વરાંકન પણ એટલું જ મીઠું ને મસ્તીલું. આ સૌને ઊંચક્યું છે એક દિલકશ અવાજે…. હવે શબ્દોની જરૂર નથી.. 

સૌજન્ય : સ્વરસુધા 

9.11.21

કાવ્ય અને સ્વરાંકન : નિનુ મઝુમદાર સ્વર : જયેશ નાયક

*****

આભાર આપનો

12-11-2021

આભાર મેવાડાજી અને કીર્તિભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાતે આવનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

09-11-2021

આ ગીત એટલું તો ચિત્રાત્મક અને પ્રતિકાત્મક છે કે એની તોલે ગુજરાતી નું કોઈ ગીત આવી શકતું નથી. સ્વરાંકન ગાયનને જે રીતે રજૂ થયું છે, તે પણ અનન્ય છે. મન પ્રફુલ્લિત થઈ જાયછે. ડોલી જવાય છે. વાહ! વાહ!

Kirtichandra Shah

09-11-2021

Most lovely Thrilled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: