હરિશ્ચંદ્ર જોશી ~ ભિન્ન ષડ્જ

જો ફરી સાંધી શકું એ છિન્ન તર્જ

એક પળ આલાપવો છે ભિન્ન ષડ્જ

એ જ ધૂસર સાંજ એ મધ્યમ હવા

એ જ આદિમ દર્દ, ને એ ભિન્ન ષડ્જ

સૂરની પીંછી ફરે ધીરે ધીરે

ઉપસે છે યાદ થઈ ને ભિન્ન ષડ્જ

જર્જરિત સૂની હવેલી શ્વાસની

એક ખૂણે ટમટમે છે ભિન્ન ષડ્જ

મૂર્ચ્છના વચ્ચે મૂકીને અંતરાલ

દ્રુત લયે ચાલી ગયો છે ભિન્ન ષડ્જ 

હે સમય ઋણ કેટલાં બાકી હવે

હું અકિંચન થાઉં લઈ લે ભિન્ન ષડ્જ

– હરિશ્ચંદ્ર જોશી

કવિના કાવ્યસંગ્રહ ‘ભિન્ન ષડ્જ’નું આ કાવ્ય. વિડિયોમાં કાવ્યનું અદભુત પઠન છે. કવિ એક ઉમદા અને અદભૂત ગાયક મન્નાડેને, એમના સ્વરને ખૂબ ચાહે છે અને પોતાનો આ કાવ્યસંગ્રહ તેમણે મન્નાડેજીને અર્પણ કર્યો છે. 

28.7.21

***

Sarla Sutaria

29-07-2021

ગહન અર્થ નિપજાવતું હરીશભાઈનું સુંદર કાવ્ય વાંચી અને કવિમુખે સાંભળી આનંદ આનંદ

Vivek Tailor

29-07-2021

સરસ રચના

Varij Luhar

28-07-2021

હરીશ ભાઈ નું સુંદર કાવ્ય માણવા મળ્યું.. આનંદ થયો

છબીલભાઈ ત્રિવેદી

28-07-2021

વડિલ આદરણીય હરીશભાઈ નુ કાવ્ય ખુબજ સરસ હરીશભાઈ ની રચના ઓ માણવી ગમે તેવી હોય છે સંગત મા તેમની રચનાઓ સંભળાવી લ્હાવો છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: