હર્ષ બ્રહ્મભટ્ટ ~ આજ એની * Harsh Brahmabhatt

આજ એની યાદમાં રસ્તા રડયા,
કઈ દિશામાં કાફલા રઝળી પડ્યા?

થાય છે એમાં જ ગણના સ્મિતની,
જેટલા કરતબ મને ના આવડ્યા.

ખારવા દરિયા તરફ જાશે હવે ?
ઝાંઝવામાં જેમને મોતી જડ્યા.

માછલીઘર તૂટવાના દ્રશ્યમાં
કાચના ટુકડાય ભેગા તરફડ્યા !

કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,
આજ પાછા એવા મનસૂબા ઘડ્યા.

– હર્ષ બ્રહ્મભટ્ટ

એકેક શેર નોખી નોખી ભાત લઈને આવે છે. કાચના ટુકડાવાળા દૂરબીનમાં જેમ ગોળ ગોળ ફેરવતા જઈએ અને નવી નવી રંગબેરંગી આકૃતિઓ ઉપસતી જાય એમ જ. વિરહના નિશ્વાસથી શરૂ થયેલી ગઝલ ભૂખ્યા પેટની વ્યથા પાસે અટકે છે અને ફરી એ જ આહ….   

કવિના દસ કાવ્યસંગ્રહો 

‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો ‘તો’, ‘કોડિયામાં પેટાવી રાત’, ‘ખુદને ય ક્યાં મળ્યો છું ?’,  ‘જબ શામ કે સાયે ઢલતે હૈ’ , ‘જીવવાનો રિયાઝ’,  ‘ઝાકળ ને તડકાની વચ્ચે’, ‘તું મળે ત્યારે જડું છું’, ‘મૌનની મહેફિલ’ 

30.7.21

***

સિકંદર મુલતાની

07-08-2021

કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,
આજ પાછા એવા મનસૂબા ઘડ્યા…??

Sarla Sutaria

04-08-2021

અલગ અલગ ભાવપલટો દર્શાવતી મજાની ગઝલ ??

સિકંદર મુલતાની

01-08-2021

બઢિયા ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: