હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ છે * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,
ઘટમાં ઉજાસ છે.

આ ખોળિયું ઘણો,
મોંઘો લિબાસ છે.

જીવન ગઝલનો તું,
અંત્યાનુપ્રાસ  છે

કાં તું  કશે નથી,
કાં આસપાસ છે.

બે-પાંચ શબ્દનો,
મારો ગરાસ છે.

હસવું રૂદન તણો,
અણઘડ પ્રયાસ છે. 

 હર્ષા દવે

ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત ધ્યાન ખેંચે એવી નોંધપાત્ર છે. જાતનું અવલોકન ઘણી ક્ષિતિજો ઉઘાડે છે અને એમાંય જ્યારે એ અંદરની તરફ વળે ત્યારે જે ઉઘાડ થાય, જે અજવાસ પમાય એમાં જીવનપ્રવાસના ઉન્નત શિખરોને ઝળહળતાં ભાળી શકાય. વાણીની કેડીઓ છોડીને મૌનના રાજમાર્ગ પર થતો આ પ્રવાસ છેલ્લો હોય કે મધ્યનો, અંદર ઉજાસ પાથરે છે અને મૂળે તો પ્રવાસની જ મજા છે, પહોંચવાનું ઈશ્વરાધીન છે એ સમજણ અવશ્ય બક્ષે છે. ‘જીવન ગઝલનો તું, અંત્યાનુપ્રાસ છે’ બહુ સરસ પ્રતીકથી કેટલા ઓછા શબ્દોમાં એક ઊંચી વાત કહી દીધી !

31.7.21

Sarla Sutaria

04-08-2021

ટૂંકી બહરમાં ખૂબ ઊંડી વાત કહી ગયા કવયત્રિશ્રી ??

આભાર આપનો

02-08-2021

આભાર છબીલભાઈ, વારિજભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

02-08-2021

આજની હર્ષાદવે ની રચના ખુબ સરસ આધ્યાત્મિક વાત ખુબ સરળ શબ્દોમાં કહી આપે આપેલો કાવ્ય સાર પણ ખુબજ અદભુત આભાર લતાબેન

Varij Luhar

02-08-2021

વાહ ટૂંકી બહેર ની સુંદર ગઝલ માણવા મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: