વારિજ લુહાર ~ ઝંપી ગયેલા Varij Luhar

ઝંપી ગયેલા સૂર્યની લાલાશ ડંખે છે મને,

થોડો-ઘણો આ રાતનો અજવાસ ડંખે છે મને.

હું સાવ કોરોકટ્ટ મને મળતો રહું છું હરવખત

ને તોય મારી ખાનગી ભીનાશ ડંખે છે મને.

હું રોજ ભાતીગળ થતો જાઉં ગમે રંગો બધા,

પણ ભીતરે છાતીસમી કાળાશ ડંખે છે મને.

આ ભીડમાં ગમતું નથી, સ્હેજેય ખી ખી ચોકમાં,

સાચું કહું મારો જ આ સહવાસ ડંખે છે મને.

ક્યારેક સો એ સો ટકા હું પોતે મારામાાં હતો,

એવી બધીયે વાતનો આભાસ ડંખે છે મને.

– વારિજ લુહાર

બધા જ શેર સરસ… ‘સહેજે ય ખી ખી ચોકમાં’ અહી કવિએ ‘ખી ખી’નો જે પ્રયોગ કર્યો છે ! કેટલો નવતર ! વાહ

1.8.21

***

Sarla Sutaria

04-08-2021

સરસ મજાના કાફિયાને રદીફ સાથે ખૂબ સરસ રીતે નિભાવ્યા છે. સાદ્યંત સુંદર ગઝલ ????

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

03-08-2021

ખૂબ સરસ રીતે ભાવ સાથે કાફિયા રદિફ નિભાવ્યા છે.

છબીલભાઈ ત્રિવેદી

02-08-2021

આજનુ વારીજ સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધાજ શેર માણવા લાયક તાજગી સભર રચના ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સિકંદર મુલતાની

01-08-2021

વાહ..
બહોતખૂબ…!!

Varij Luhar

01-08-2021

મારી આ ગઝલ ૧૯૮૫ માં લખાયેલ .. આજે અહીં સુધી પહોંચી તેનો આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: