જયંત ડાંગોદરા ~ સજનવા * Jayant Dangodara

કલમ કેટલુંય લખી ગઈ સજનવા
છતાં સાવ કોરી રહી ગઈ સજનવા.

તને પી જવાની ઉતાવળ કરી તો
તરસ લાલ પીળી થઈ ગઈ સજનવા. 

નદી થઈ ગઈ જે બધી એષણાઓ
મને તોડી ફોડી ધસી ગઈ સજનવા.

કરી એક ઈચ્છા તને પામવાની
મનોમન ગઝલ ત્યાં વહી ગઈ સજનવા.

હવે તું કદીયે પ્રગટ ના થતો બસ,
મને આ અવસ્થા ગમી ગઇ સજનવા.

– જયંત ડાંગોદરા

આ વિશ્વમાં પ્રેમ એ સનાતન સત્ય છે. કદી ઝાંખું ન પડનારું કે કદી ન વિલાનારું સત્ય ! એક જ વિષયને નિતનવીન ને તાજગીભરી રીતે કહેવાની કળા પ્રેમપદારથ જ આપી શકે.

કવિના કાવ્યસંગ્રહો

છબી અવાજની  2. ફૂલોની પાંખ પર   

2.8.21

***

Sarla Sutaria

04-08-2021

જયંતભાઈની સુંદર ગઝલ

કિશોર બારોટ

04-08-2021

અતિ સુંદર

ડો. પૂરુષોત્તમ મેવાડા, સાજ

03-08-2021

ખૂબ સરસ ગઝલ અને લતાજીની નોંધ.

ચંદ્રકાન્ત ધલ

03-08-2021

વાહ, સુંદર ગઝલ જયંતભાઈ.

છબીલભાઇ ત્રિવેદી

02-08-2021

કવિ શ્રી જયંત ડાંગોદરા નુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ સરસ પ્રેમ વિશે તો ઘણુ લખાયુ પ્રેમ રસ પાને તું મોર ના પિચ્છધર તત્વ નુ ટીપણુ તુચ્છ લાગે નરસિંહ ની આ અદભૂત રચના ખુબ સરસ કાવ્ય આભાર લતાબેન

Jayant Dangodara

02-08-2021

thank you varijbhai

Varij Luhar

02-08-2021

વાહ.. ખૂબ સરસ

jayant Dangodara

02-08-2021

આદરણીય લતાબેન,
સાદર વંદન.
કાવ્યવિશ્વ કાયમ નવી નવી રયનાઓનો પરિચય કરાવતું રહે છે. એ સફરમાં આજે મારી રચનાને સ્થાન મળ્યું તેનો આનંદ વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: