સુચિતા કપૂર ~ કહે

🥀🥀

કહે, ક્યારે તેં મને ચાહી હતી ?
યૌવન ઉંબરે હતું ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?

કે લગ્નની વેદી પર
જીવવા-મરવાના કોલ આપ્યાં હતા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?

કે સાહચર્યની શરૂઆત થઇ ત્યારે ?
કે માતૃત્વના મંડાણ થયા ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?

કે યૌવન વિદાય લેવા લાગ્યું
અને પ્રૌઢાવસ્થા આંગણે આવી ત્યારે ?
ત્યારે તેં મને ચાહી હતી ?

કહે ને ! તેં ક્યારે મને ચાહી હતી ?
કહે ને ! તેં ક્યારેય મને ચાહી હતી ?

– સુચિતા કપૂર

અછાંદસની આ ખૂબી છે. અહીં સવાલોની પરંપરા છે, જેના જવાબ નાયિકાને ખબર જ છે કેમ કે જીવનમાં સતત પાનખરની જ અનુભૂતિ થઈ છે અથવા હૈયાને ઠારતા પ્રેમની અનુભૂતિ, જે ક્યારેય નથી થઈ એની વાત છે.. એટલે આમ જુઓ તો સવાલમાં જવાબ સમાયેલો છે… પણ આ પ્રેમની તરસ છે, માનવી પાસે કંઇનું કંઇ કરાવે છે. હવે એની જીદ છે, એ પુરુષના મોઢે સાંભળવાની કે

“તેં મને ક્યારેય ચાહી હતી ખરી ?”

એક ‘ય’ મૂકીને કવિતાએ ચમત્કૃતિ અને કલા બંને નિશાન સાધી લીધા છે !

@@@

3.8.21

Sarla Sutaria 04-08-2021

આહા… પ્રશ્ન પરંપરાથી કવયત્રિએ જે રજૂઆત કરી છે તે મજાની છે. દરેક સ્ત્રી આવા પ્રશ્નો પૂછવા ઈચ્છતી જ હશે!

કિશોર બારોટ 04-08-2021

સુંદર કવિતા

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ 03-08-2021

ખરી વાત સામાન્ય રીતનો કવિતાની શરુઆત, પણ છેલ્લે ‘ય’ મૂકીને જે કહેવું હતું તે કહી દીધી, અને કમાલ કરી.

છબીલભાઈ ત્રિવેદી 03-08-2021

આજનુ સુચિતાકપુરજી નુ અછાંદસ કાવ્ય ખુબજ સરસ બધા પ્રકારના કાવ્યો અે કાવ્ય વિશ્ર્વ ની સફળતા છે વિવિધ પ્રકારની રચનાઓ માણવા ની મજા આવે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

1 thought on “સુચિતા કપૂર ~ કહે”

  1. Jyoti hirani

    સૂચિતા કપૂરનું બહુજ અર્થ પૂર્ણ કાવ્ય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *