Tagged: Varij Luhar

વારિજ લુહાર ~ મનમાં હતું * Varij Luhar

🥀🥀 મનમાં હતું કૈંક મનથી સવાયું,તેથી જ ના મનને મારી શકાયું. માલિક જેવો જ છે ઠાઠ કાયમ,ગુલામ બનવું ન ક્યારેય ફાવ્યું. પોતાની સાથે જ રહેવું પડ્યું છે,તેથી ન આગળ કે પાછળ થવાયું. પોતીકું લાગ્યું ન સ્હેજે ય સપનું,સપનામાં સઘળું ય...

વારિજ લુહાર ~ ઝંપી ગયેલા * Varij Luhar

🥀🥀 ઝંપી ગયેલા સૂર્યની લાલાશ ડંખે છે મને,થોડો-ઘણો આ રાતનો અજવાસ ડંખે છે મને. હું સાવ કોરોકટ્ટ મને મળતો રહું છું હરવખતને તોય મારી ખાનગી ભીનાશ ડંખે છે મને. હું રોજ ભાતીગળ થતો જાઉં ગમે રંગો બધા,પણ ભીતરે છાતીસમી કાળાશ...

વારિજ લુહાર ~ સૂરજ મળ્યો * Varij Luhar

 🥀🥀 તડકાની સામે તગતગેલા બાગમાં સૂરજ મળ્યોફૂલોએ છેડ્યો રાગ તો એ રાગમાં સૂરજ મળ્યો. સામે રહીને છેક ભીતર રોજ જે લંબાય છેએનાંય પાડ્યા ભાગ તો એ ભાગમાં સૂરજ મળ્યો. ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયોક્યારેક લાગી આગ તો...

વારિજ લુહાર ~ મજાના શેર * Varij Luhar

‘જલરવ’  માર્ગ તો સઘળા હજી રસ્તે જ ભેળા થાય છેઆપણી કેડી બની છૂટી જવાનું આપણે.**** રાખવા અકબંધ મારા ‘હું’ પણાના વસ્ત્રનેહું જ સંધાતો રહું ને હું ને હું તૂટ્યા કરું.**** જો ટકોરા મારવાથી હાથ ધ્રૂજે સહેજ પણહાથ ત્યાં હળવેકથી જોડી...

વારિજ લુહાર ~ સંભાળજે * Varij Luhar

સંભાળજે  માણસ નથી તું મ્યાન છે, સંભાળજે,તું પણ બધે દરમ્યાન છે, સંભાળજે. એકાદ-બે સિક્કા જ તારા હાથમાં,ચારે તરફ દુકાન છે, સંભાળજે. તારું ય મન જાણ્યું નથી ક્યારેય તેં,એ પણ હજી બે-ધ્યાન છે, સંભાળજે. મોં ફેરવી ચાલ્યા જવાની વાતમાં,સૌથી સવાયું માન...