વારિજ લુહાર ~ મનમાં હતું Varij Luhar
મનમાં હતું કૈંક મનથી સવાયું,
તેથી જ ના મનને મારી શકાયું.
માલિક જેવો જ છે ઠાઠ કાયમ,
ગુલામ બનવું ન ક્યારેય ફાવ્યું.
પોતાની સાથે જ રહેવું પડ્યું છે,
તેથી ન આગળ કે પાછળ થવાયું.
પોતીકું લાગ્યું ન સ્હેજે ય સપનું,
સપનામાં સઘળું ય લાગ્યું પરાયું.
ભૂંસાય એવું ન લખવું કદીયે,
ભૂંસ્યા પછી એમ નક્કી કરાયું.
– વારિજ લુહાર
પહેલો શેર ગમી ગયો અને છેલ્લો શેર મન પર અંકાઇ ગયો. કવિ છે એટલે લેખનનું પ્રતીક પસંદ કર્યું, વાત છે જીવનની. દરેક ભૂલ થયા પછી જ ખબર પડતી હોય છે કે જે થયું એ ભૂલ હતી ! તો યે અંત ક્યાં આવે છે ? જે થયું એ ફરી ફરી થયા જ કરે છે, દરવખતે નક્કી કર્યા છતાં ! આથી જ સંતો આંગળીના વેઢાય વધી પડે એટલા હોય છે.
આ લગભગ તમામ માનવીની વાત છે. દરેકના સ્વાનુભવની વાત છે પણ કવિના શબ્દો એને અલગ જ સૌંદર્ય આપે છે….
12.2.21
છબીલભાઈ ત્રિવેદી
13-04-2021
લતાબેન ખુબજ મહેનત અને લગન થી આપ કાવ્ય સેવા કરી રહયા છો ખુબ ખુબ અભિનંદન, વારીજ સાહેબ નીગઝલો તમન્ના મા વાંચી અે છીઅે અમે બન્ને મુળ ધારી તાલુકા ના વતની છીએ
વારિજ લુહારની ઉત્તમ ગઝલ. લતાબહેનને ધન્યવાદ.
આભાર ભરતભાઈ.