વારિજ લુહાર ~ સંભાળજે Varij Luhar

સંભાળજે ~ વારિજ લુહાર

માણસ નથી તું મ્યાન છે, સંભાળજે,

તું પણ બધે દરમ્યાન છે, સંભાળજે.

એકાદ-બે સિક્કા જ તારા હાથમાં,

ચારે તરફ દુકાન છે, સંભાળજે.

તારું ય મન જાણ્યું નથી ક્યારેય તેં,

એ પણ હજી બે-ધ્યાન છે, સંભાળજે.

મોં ફેરવી ચાલ્યા જવાની વાતમાં,

સૌથી સવાયું માન છે, સંભાળજે.

ડૂબી જવા માટે જ તરતાં આપણે,

જળને ય એનું ભાન છે, સંભાળજે.

રોકાઈ જા – રોકાઈ જા – કહેશે તને,

જ્યાં માત્ર તું મહેમાન છે, સંભાળજે.

~ વારિજ લુહાર

પ્રથમ શેરમાં જ કેટલો જબરો કટાક્ષ, માણસની અંદર છુપાયેલ દાનવ અંગે ! તો બીજો શેર મેદાન મારી જાય છે ! અને છેલ્લા શેરમાં જીવનની ફિલોસોફી અદભૂત રીતે કહેવાઈ છે ! વાહ કવિ !

OP 3.5.22

વારિજ લુહાર

06-05-2022

આભાર લતાબહેન

છબીલભાઈ ત્રિવેદી

04-05-2022

વારિજ લુહારની અદભૂત રચના ખુબ ખુબ ગમી બધા શેર ખુબ ઉત્તમ જે મહેમાન છે તેને રોકાય જવા ની વાત કવિતા નો મારી દ્રષ્ટિ અે પ્રાણ છે ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

03-05-2022

જૂદી જૂદી રીતે સંભાળની સરસ અભિવ્યક્તી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: