ભદ્રેશ વ્યાસ ~ શિયાળો

શિયાળો ~ ભદ્રેશ વ્યાસ વ્યાસવાણી

થથરતી થથરતી ઊઠે છે સવારો,

પડી જાય ટાઢો સૂરજનોય પારો.

ઘડીભર તો લાગે કે જીતી જવાનો,

એ તડકોય હારી જતો જંગ સારો.

જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે,

આ ધરતી ઉપર ટાઢનો છે પથારો.

કડક ચોકી પ્હેરો દિવસભર રહે ને,

સમી સાંજમાં તો થતા બંધ દ્વારો.

અમે ઘેર જઇ હાથ લંબાવશું ને,

હશે બાથમાં ચાંદ જેવો સિતારો.

ભલે રાતભર રાત ઠુઠવાઇ જાતી,

મને ખૂબ ગરમાવશે સાથ પ્યારો.

~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’

ઠંડી તો હકડેઠઠ ભરી છે અમદાવાદમાં અને લગભગ બધે જ… આવી ઠંડી બહુ ઓછી અનુભવી હશે અમદાવાદવાસીઓએ…. હાલના સમય માટે પરફેક્ટ કાવ્ય !

18.1.22

***

Dipti Vachhrajani

25-01-2022

જોરદાર

છબીલભાઈ ત્રિવેદી

18-01-2022

કવિ ભદ્નેશ વ્યાસ સાહેબ નુ કાવ્ય ઠંડી અત્યાર ના માહોલ ને અનુરૂપ વર્ષા, વૈશાખ ની બપોર આવા કાવ્યો તો ઘણા છે પરંતુ ઠંડી ને લગતુ કાવ્ય નવિનતમ લાગ્યું કવિ અે ઠંડી માટે લખેલા બધાજ શેર મજાના ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: