Tagged: શિયાળો

મીનપિયાસી ~ આહાહાહા શી ટાઢ!

આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ! ગોદડીયુંની વચ્ચે ગરતી, કરતી કૈંક અડપલાં, પચાસ હેઠે પારો જાતાં, પહેરું ડબ્બલ કપડાં. ટાઢ કહે કે ‘ હુંય ઠરુ છું, બહાર મને કા કાઢ?’ આહાહાહા શી ટાઢ!...

ભદ્રેશ વ્યાસ ~ શિયાળો

શિયાળો ~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ થથરતી થથરતી ઊઠે છે સવારો, પડી જાય ટાઢો સૂરજનોય પારો. ઘડીભર તો લાગે કે જીતી જવાનો, એ તડકોય હારી જતો જંગ સારો. જરા બ્હાર નીકળો તો માલૂમ પડે કે, આ ધરતી ઉપર ટાઢનો છે પથારો. કડક ચોકી પ્હેરો...