મંજરી ભારતન ~ માણસ

અડધોપડધો જાગે માણસ ~ મંજરી ભારતન

અડધોપડધો જાગે માણસ

રઘવાયો થૈ ભાગે માણસ.

સૂરજનાં અજવાળાં છાંડી

અંધારાંને તાગે માણસ.

ઝુરાપાની જર્જર શાખે

શમણાં લીલાં ટાંગે માણસ.

જાતે પડતો ને આખડતો

બીજાને પણ વાગે માણસ.

સોનાના અંબારે બેસી

રેતીના કણ માંગે માણસ.

જ્યારે લૂછે કોઈનાં આંસુ

તદ્દન સાચો લાગે માણસ.

મંજરી ભારતન

‘માણસ’ની ઓળખ, બંને રીતે આપી છે. પ્રથમ પાંચ શેરમાં એ કેવો છે એ બતાવ્યું છે તો છેલ્લા શેરમાં એ ‘માણસ’ બને છે એની વાત સરસ રીતે કહેવાઈ છે.

19.1.22

આભાર

25-01-2022

આભાર દિપ્તીબહેન.

Dipti Vachhrajani

25-01-2022

વાહ, ખૂબ જ સરસ

આભાર

22-01-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, દક્ષાબેન.

મંજરીબેન અમારો આનંદ આનંદ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

20-01-2022

આજનુ મંજરી ભારતન નુ કાવ્ય ખુબજ ગમ્યું અડધો પડધો શબ્દ માણસ ને ખુબજ લાગુ પડે છે દરેક બાબત મા માણસ અડધોપડધો જોવા મળે છે તેની શ્રધ્ધા, વિશ્ર્વાસ, મન ની અડગતા આબધા મા માણસ હાલક ડોલક થતો જોવા મળે છે અને આમાણસ સહજ વાત છે ખુબ સરસ રચના

દક્ષા સંઘવી

20-01-2022

કાવ્યવિશ્વ ના માધ્યમે આપ ઊતમ પ્રદાન કરી રહ્યા છો એ માટે અભિનંદન શુભકામનાઓ.

સાજ મેવાડા

19-01-2022

માણસની અદ્ભૂત વ્યાખ્યા કરી છે આ ટૂંકી બહેરની ગઝલમાં. પણ આખરે એનું માણસપણું છેલ્લા શૅરમાં છતું થાય છે. વાહ.

Manjari Bharatan

19-01-2022

🌿મારી ગઝલને ‘કાવ્યવિશ્વ’માં સ્થાન આપી સુંદર રીતે પ્રસ્તુત કરવા માટે આપનો આનંદસહ ખૂબ ખૂબ આભાર, લતાબેન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: