રમેશ પારેખ ~ સાંવરિયો Ramesh Parekh

સાંવરિયો રે ~ રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

રમેશ પારેખ

સાંવરિયાના અઢળક વ્હાલને વહેવડાવતું ર.પા.નું ગીત….. સાંભળો સોનાલી વાજપેઇના સ્વરમાં

આજે કવિની પૂણ્યતિથિએ એમને કાવ્યવંદના. 

સૌજન્ય : સૂર સાગર

કાવ્ય : રમેશ પારેખ * સંગીત ગૌરાંગ વ્યાસ* સ્વર સોનાલી વાજપેઈ

***

પ્રફુલ્લ પંડ્યા

19-05-2022

રમેશ પારેખના રંગે રંગાયું “કાવ્ય વિશ્વ” : રસિક ભાવકો અને ર.પા પ્રેમીઓ માટે ઉત્સવ ! આનંદ છલકે પારાવાર!
પ્રફુલ્લ પંડ્યા

છબીલભાઈ ત્રિવેદી

18-05-2022

રમેશપારેખ ના જન્મદિવસ નિમિતે આપે આપેલા પાંચે ગીતો ખુબ સરસ છ અક્ષર નુ નામ કવિ ની આગવી ઓળખ છે

વિવેક મનહર ટેલર

17-05-2022

ગીત સમયાતીત !!

વિપુલ પંડ્યા

17-05-2022

વાહહહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: