Tagged: અમૃત ઘાયલ

અમૃત ઘાયલ ~ દુખ વગર Amrut Ghayal

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર. કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર. આ...

અમૃત ઘાયલ ~ છે કાંઈ જિંદગીમાં Amrut Ghayal

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો. મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો? મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો....

અમૃત‘ઘાયલ’ ~ કેમ ભૂલી ગયા Amrut Ghayal

કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?અડધોપડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું!હું અજબ રીતથી ઘવાયો છું! આમ તો એક બિન્દુ છું કિન્તુ,સપ્તસિન્ધુથી સંકળાયો છું! સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,ચન્દ્રની...

અમૃત ઘાયલ ~ દશા મારી Amrut Ghayal

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે! નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે! નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?નથી એ રાખતાં...

અમૃત ઘાયલ ~ શુષ્ક છું Amrut Ghayal

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !અધવચે અટકું નહીં તો શું કરું ! રાફડા કોળ્યા છે રજના પાંપણે,પાંપણો ઝટકું નહી તો શું કરું ! ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?શબ્દ છું, છટકું નહીં તો શું કરું ! ‘કૈંક ખૂટે...

અમૃત ઘાયલ ~ કંઈ ક્યારનો Amrut Ghayal

કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છુંલાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુતું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું સમજાતું નથી કંઇ...

અમૃત ઘાયલ ~ અવનવા પ્રસંગો Amrut Ghayal  

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન જિંદગી...

અમૃત ઘાયલ ~ એવી જ છે ઈચ્છા Amrut Ghayal

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે ! તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં...

અમૃત ઘાયલ ~ ખબર નથી Amrut Ghayal

એ રેણ છે કે સંઘ મને એ ખબર નથીશું ચીજ છે સબંધ મને એ ખબર નથી સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ બાકી શું છે સુગંધ મને એ ખબર નથી બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત હું ખુલ્લો છું...

અમૃત ઘાયલ ~ કાજળભર્યાં નયનનાં Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને...

અમૃત ઘાયલ ~ ગભરૂ આંખોમાં Amrut Ghayal

ગભરૂ આંખોમાં કાજળ થઈ ~ અમૃત ઘાયલ ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છેચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે. વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છેહર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. પરવાના પોઢી જાયે છે ચિર મૌનની...

અમૃત ઘાયલ ~ એવુંય ખેલખેલમાં Amrut Ghayal

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે – અમૃત ઘાયલ એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,હોતી નથી હવા અને ફેલી જવાય છે. ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાંક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકીલંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે....

અમૃત ઘાયલ ~ ટપકે છે Amrut Ghayal

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાંકાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં આપણને આદિ કાળથી અકળાવતું હતુંલાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં પૂનમ ગણીને જેમની પાસે ગયો હતોએ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં ‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએદાસીના સ્વાંગમાં...