અમૃત ઘાયલ ~ ખબર નથી Amrut Ghayal

એ રેણ છે કે સંઘ મને એ ખબર નથી
શું ચીજ છે સબંધ મને એ ખબર નથી

સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ

બાકી શું છે સુગંધ મને એ ખબર નથી

બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત

હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી

દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયં

છું દેખતો કે અંધ મને એ ખબર નથી

આ જેના જોરે જાઉં છું હડસેલતો મને

એ હાથ છે કે સ્કંધ મને એ ખબર નથી

મિત્રો ગઝલ ગઝલ છે ગઝલ એટલે ગઝલ

એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી

‘ઘાયલ’હું એને ચાહું છું સંપૂર્ણ ચાહું છું

છે કિંતુ શો સબંધ મને એ ખબર નથી….

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: