અમૃત ઘાયલ ~ ટપકે છે Amrut Ghayal

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
~ અમૃત ઘાયલ

આજે વિખ્યાત શાયર અમૃત ઘાયલની આ ગઝલ સાંભળો ઓસમાણ મીરના સ્વરમાં અને અમર ભટ્ટના સ્વરાંકનમાં….

એમની પુણ્યસ્મૃતિને વંદન.

સૌજન્ય : આલ્બમ સ્વરાભિષેક 4 ~ અમર ભટ્ટ  

25.12.21

કાવ્ય : અમૃત ઘાયલ * સ્વરાંકન : અમર ભટ્ટ * સ્વર : ઓસમાણ મીર

આભાર

27-12-2021

આભાર છબીલભાઇ, કીર્તિચંદ્રજી, મેવાડાજી અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.

છબીલભાઈ ત્રિવેદી

27-12-2021

આજની ઘાયલ સાહેબ ની રચના ઓસમાણ મીર ના સ્વર મા ખુબજ સુન્દર ઘાયલ સાહેબ તો ગુજરાતી ગઝલસમ્રાટ કહેવાય ખુબ ખુબ અભિનંદન

Kirtichandra Shah

25-12-2021

Amare Sudh Kavita joie hoi beale Dasi na swang ma ke Rani na swang ma Only Amrit Ghayal can write , such words ..And he is right ful to demand this Dhanyvad

સાજ મેવાડા

25-12-2021

ઘાયલ સાહેબને સ્મરણ વંદના સાથે સરસ પસંદગી અને ઓસ્માન ની ગાયકી માણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: