Tagged: શ્યામ સાધુ

શ્યામ સાધુ ~ માણસ Shyam Sadhu

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છેરહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે ! જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે ! અખબારોના ટોળાઓમાં અક્ષર થઈને રોજ સવારે નાટક જેવું ભજવાયો છે ! માણસભીની મહેક નથી પણ અફવાઓ છે...

શ્યામ સાધુ ~ પહોંચી ગયાનો અર્થ Shyam Sadhu

પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતોઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો. હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો. પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,કોને ખબર છે કેટલાં અંજળ મહીં...

શ્યામ સાધુ ~ વસ્ત્ર ભીનાં હો Shyam Sadhu

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએપણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ ? એક પળ બસ એક પળ આપી જુઓકેવું જીવનને મઠારી નાખીએ ! ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણીચાલો, તમને પણ વિચારી નાખીએ સાવ ઝાંખા છે પરિચયના દીવારાતવાસો ક્યાં ગુજારી નાખીએ ?...

શ્યામ સાધુ ~ તારો વિચાર * Shyam Sadhu

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો દશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે , મોસમનો રંગ કેટલો મિઠ્ઠો બની ગયો ! પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો....

શ્યામ સાધુ ~ તારી નજરમાં * Shyam Sadhu

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો ! ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ? ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો ! મુક્તિ મળે છે સાંભળ્યું...

શ્યામ સાધુ ~ દર્પણના રણમાં * Shyam Sadhu

દર્પણના રણમાં ભટકું છુંસામે છું’ ને હું શોધું છું. નગર નગર દાંડી પિટાવો,જંગલનો મારગ પૂછું છું. પથ્થરના ઢગલાની માફક,હું ય સૂતેલો ક્યાં જાગું છું ! ઇચ્છાઓની કાવડ લઈને હોવાનો બોજો ઊંચકું છું. ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,મારો શ્રાવણ હું ચીતરું છું. ~...

શ્યામ સાધુ ~ દુખની દીવાલે * Shyam Sadhu

દુખની દીવાલે મોર સમયના મૂંગા હતાલાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં ! હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં ! પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,શબ્દો તો એના એ જ...

શ્યામ સાધુ ~ કમળ જેવું * Shyam Sadhu

કમળ જેવું કશુંક વાવી દીધું છે,નર્યા રણને છલકાવી દીધું છે. પવન ને ફૂલનો સંબંધ શું છે ?સ્મરણનું નામ બદલાવી દીધું છે. નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,તમે એક નામ ત્રોફાવી દીધું છે. તમારી ખોટ સાલે છે તિમિરને,અમે તો મૌનને...

શ્યામ સાધુ ~ અવળ સવળ * Shyam Sadhu

અવળ સવળ ઇચ્છાનો ~ શ્યામ સાધુ અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જાઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા ! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,આંખો મીંચી અંદરનો આધાર બની જા ! મેંય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર...

શ્યામ સાધુ ~ ક્યારેક અંધકારે * Shyam Sadhu

ક્યારેક અંધકારે ~ શ્યામ સાધુ ક્યારેક અંધકારે ટહુકો કરી લીધોક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં શોધું...

શ્યામ સાધુ ~ ગુલમ્હોર શોધનારી * Shyam Sadhu

ગુલમ્હોર શોધનારી ~ શ્યામ સાધુ ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,હું પાનખરના નામથી પણ થરથર્યા કરું. આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું. બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું? બોલો...

શ્યામ સાધુ ~ ક્યાંક ઝરણાની * Shyam Sadhu

ક્યાંક ઝરણાંની ઉદાસી ~ શ્યામ સાધુ ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,ક્યાંક તારી યાદની મોસમ રડી છે ! દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે ! પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે ઓ હૃદય !...