શ્યામ સાધુ ~ કમળ જેવું * Shyam Sadhu

કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.

પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.

નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.

તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.

પ્રવાસી હુંય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.

~ શ્યામ સાધુ

કમળ જેવું કશુંક વાવીને રણને રંગીન અને લીલુંછમ બનાવવાના કલ્પનની તાજગી સાથેની આ ગઝલના શાયર શ્યામ સાધુનો આજે જન્મદિન ! સમયના વ્હેણને થંભાવી દેવાની ખુમારી દર્શાવતા કવિ શ્યામ સાધુ.

‘યાયાવરી’ એમનો પ્રથમ ગઝલસંગ્રહ અને એમની ગઝલોની નવ્ય શૈલી અને તાજગીએ સાહિત્યજગતનું ધ્યાન ખેંચ્યું. ‘ઘર સામે સરોવર’ એમની સમગ્ર કવિતાના સંપાદક કવિ સંજુ વાળા નોંધે છે, ‘શ્યામે આકંઠ અભ્યાસીની રીતે કવિતાને જાણી-માણી-પ્રમાણી જોઈ અને એક આંદોલનની રીતે કવિતા જ શ્યામના શાસ્ત્ર અને શસ્ત્ર રહી.”    

કાવ્યસંગ્રહો 1. યાયાવરી  2. થોડાં બીજાં ઇંદ્રધનુષ  3. આત્મકથાનાં પાનાં  4. સાંજ ઢળી ગઈ  5. ‘ઘર સામે સરોવર’  (સમગ્ર કવિતા)

15.6.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-06-2021

કવિ શ્રી શ્યામ સાધુની આ ગઝલ ગમી, ખૂબજ ઊચ્ચ કોટી ના કવિ છે. મને બે ત્રણ શેર સમજાયા નથી, મારી જ મર્યાદા હશે. કવિ શું કહેવા માગે છે, એમને જ પૂછવું પડે.

Varij Luhar

15-06-2021

કવિશ્રી શ્યામ સાધુ ની શબ્દ ચેતનાને વંદન ?

વારિજ લુહાર

15-06-2021

કવિશ્રી શ્યામ સાધુ ની દિવ્ય ચેતનાને વંદન ??

રેખાબેન ભટ્ટ

15-06-2021

કવિ શ્યામ સાધુને વંદન. ખૂબ સુંદર અને સાદગી વાળી રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: