શ્યામ સાધુ ~ દર્પણના રણમાં * Shyam Sadhu

દર્પણના રણમાં ભટકું છું
સામે છું’ ને હું શોધું છું.

નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.

પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !

ઇચ્છાઓની કાવડ લઈને

હોવાનો બોજો ઊંચકું છું.

ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.

~ શ્યામ સાધુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: