શ્યામ સાધુ ~ દુખની દીવાલે * Shyam Sadhu

દુખની દીવાલે મોર સમયના મૂંગા હતા
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા ! 

~ શ્યામ સાધુ

ફૂલોની વચ્ચે રંગો થાકીને સૂઈ જાય એવી કલ્પના આવા કોમળ મનનો કવિ જ કરી શકે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: