શ્યામ સાધુ ~ તારી નજરમાં * Shyam Sadhu

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

~ શ્યામ સાધુ

આમ તો બધા જ શેર સુંદર પણ બીજો શેર જુઓ, પાનખરમાંય ખીલેલા ફૂલ જેવો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: