શ્યામ સાધુ ~ અવળ સવળ * Shyam Sadhu

અવળ સવળ ઇચ્છાનો ~ શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા !

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા !

મેંય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા !

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા !

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા !

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !

શ્યામ સાધુ

અનુભુતિના ઊંડાણમાંથી પ્રગટેલી ગહન આધ્યાત્મિકતા !

આ શેરમાં પણ પરમનું જ અનુસંધાન છે પણ હળવા શબ્દો ભાવકને છેતરીય શકે ! – ‘છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !

મને સૌથી વધુ સ્પર્શી ગયો એ બીજો શેર.  

OP 15.6.22

***

છબીલભાઈ ત્રિવેદી

15-06-2022

અમારા જુનાગઢ ના કવિ શ્રી શ્યામ સાધુ ની સરસ રચના પ્રણામ આભાર લતાબેન

Varij Luhar

15-06-2022

ખૂબ સરસ ગઝલ… કવિશ્રી શ્યામ સાધુની શબ્દ ચેતનાને વંદન 🙏💐

1 Response

  1. ખૂબ સરસ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: