શ્યામ સાધુ ~ ગુલમ્હોર શોધનારી * Shyam Sadhu

ગુલમ્હોર શોધનારી ~ શ્યામ સાધુ

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું.

આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.

બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?

બોલો હે અંધકાર ! અજંપાની રાતના 

કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ?

મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.

શ્યામ સાધુ

કવિને કવિતા વરી છે…. 

બધા જ શેર કમાલ પણ ચોથો શેર તો મનમાં પ્રસન્નતાના સેંકડો સૂર્ય જગવી દે !

OP 15.6.22

***

છબીલભાઈ ત્રિવેદી

15-06-2022

ઉદાસી કવિ શ્રી શ્યામ સાધુ ની શબ્દ ચેતના ને વંદન

Varij Luhar

15-06-2022

સુંદર ગઝલ

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: