શ્યામ સાધુ ~ ક્યાંક ઝરણાની * Shyam Sadhu

ક્યાંક ઝરણાંની ઉદાસી ~ શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે

ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

શ્યામ સાધુ 

જેના સ્મરણથી, યાદથી આખી મોસમ રડી છે એના માટેની તીવ્ર તરસ વાદળ બાંધી શકે છે…. આ મત્લાનો શેર તો ..

કેટલી પીડા પછી છેલ્લો શેર જન્મ્યો હશે !

એકેએક શેર દમદાર ! કયો વખાણવો ?

OP 15.6.22

***

છબીલભાઈ ત્રિવેદી

15-06-2022

ખુબ જાણીતી રચના જેટલી ઉમદા રચનાઓ અેટલાજ ઉમદા માણસ વંદન આભાર લતાબેન

Varij Luhar

15-06-2022

ઉત્તમ ગઝલ

સિલાસ પટેલિયા.

15-06-2022

શ્યામ સાધુની રચના” ક્યાંક ઝરણાંની…” મારી પ્રિય રચના. આખી યાદ
હતી, ને ભણાવતાં ભણાવતાં કોઈ સંદર્ભ સાથે જોડીને વાત સહજ થતી
હોય, તો એમ ગૂંથી લેતો. લાંબા સમયના વહેણ વહી ગયા બાદ ફરી આ
રચના માણી ત્યારે સઘળું સ્મરણપટ પર ઝળહળી રહ્યું.
આનંદ.. આનંદ… આનંદ…

લતાબહેન
આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: