શ્યામ સાધુ ~ વસ્ત્ર ભીનાં હો Shyam Sadhu

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ ?

એક પળ બસ એક પળ આપી જુઓ
કેવું જીવનને મઠારી નાખીએ !

ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ

સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ ?

~ શ્યામ સાધુ

કવિને ફૂલ મહેકયા જેવી લાગણી થઈ છે, વાહ ! તો આગળ ‘ચાલો, તમને પણ વિચારી નાખીએ’ આમ કોઈ વિચારી શકે ખરું ? પણ આ શાયરની વાત છે અને આવા શાયરોની ગઝલમાં આવું કંઈક વિરલ ન આવે તો જ નવાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: