Category: અનુવાદ

લતા હિરાણી ~ કોરો કાગળ * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

કોરો કાગળ ~ લતા હિરાણી સાવ કોરો કાગળ જોઇએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું લીટીઓ દોરી આપે કોઇ  મારા રસ્તાની એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું એટલું જ ઉતરવાનું કે ચડવાનું  મને મંજુર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી એક એક અક્ષર નોખો  એક એક માનવી  અનોખો પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી હું એટલે મારામાં વહેતું ઝરણું મારામાં ઉગતું તરણું ને એમાંથી પ્રકટતા શબ્દો……   ***** I only want blank sheets unruled paper One, where I chart my own directions I don’t...

જયંત પાઠક ~ બાનો ઓરડો * અનુ. પ્રદીપ ખાંડવાળા * Jayant Pathak * Pradip Khandawalla

બાનો ઓરડો – જયંત પાઠક જન્મતાવેંતબાની છાતીએ, બાની પથારીમાં,ભાખોડિયાં ભરી ભરીને ,છેવટેબાના ખોળામાં,શેરીમાં  રમી-રખડીને,છેવટેબાના ઓરડામાં;સંસારમાં બા જ એક હાથવગી,પ્રેમવગી ત્યારે – ને આજે ;બહારથી આંગણે આવીનેઘરમાં જોઉં છું તોબાનો ઓરડો કેટલો આઘો દેખાય છે !પહોંચતા કેટલી વાર થાય છે !...

દિપક બારડોલીકર ~ આપવા ઈચ્છે * અનુ. સંધ્યા ભટ્ટ * Dipak Bardolikar * Sandhya Bhatt

આપવા ઈચ્છે આપવા ઈચ્છે તો આપે છે ઘણુંશું નથી દરિયાની પાસે છે ઘણું શી ખબર મારી જવાનીની તનેપૂછ દરિયાને એ જાણે છે ઘણું પ્રાણ પણ ક્યારેક તો ઓછો પડેસત્ય સારું, પણ એ માગે છે ઘણું હું તો જોઉં જંગલી પારેવડાંએ...

પ્રતિષ્ઠા પંડ્યા ~ પ્રશ્ન * પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

પ્રશ્ન  શું હશે ઉદ્વેગની ગતિ? કેટલા વેગે આગળ વધતો હશે નિસાસો? ધાર કે હું એક આંસુ સારું આજ સવારે તારા સાટું તો શું મળશે તને રાત સુધીમાં? જોઈ શકીશ તું નરી આંખે ઉલ્કાઓને જ્વાળાઓમાં ઘેરાતી પ્રવેશતી તારી રાતના આકાશમાં લઈ...

રમેશ પારેખ ~ પ્રાણજીવન હરજીવન મોદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Ramesh Parekh * Pradip Khandawalla

પ્રાણજીવન હરજીવન મોદી પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે ? હાજર છે, નામદાર, સપનામાં ચોર્યુ’તું તે આ ગાજર છે ? – ગાજર છે, નામદાર. આરોપીને આ બાબત કૈં કહેવું છે ? – કહેવું છે, નામદાર, રજા મળે તો ગાજર સૂંઘી લેવું...

વિપિન પરીખ ~ આખરે * અનુ. પ્રદીપ ખાંડવાળા * Vipin Parikh * Pradip Khandawalla

આખરે ઘરના બે કટકા કર્યા,એક ઉપર અને એક નીચે.ઉપર જે જાય તે નીચે થઈને જ જાય.પણ કોઈએ કોઈની સાથે આંખ મેળવવાની નહીં.કદાચ…..!છરી લઈને આંગળીના બે સરખા ભાગ કર્યાતોય કોઈને સંતોષ ન જ થયો.એક થાળી અને એક વાટકી માટેમન રાક્ષસ થઈને...

રમેશ પારેખ ~ કાગડો મરી ગયો * અનુ. પ્રદીપ ખાંડવાળા Ramesh Parekh Pradip Khandawalla

કાગડો મરી ગયો સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયોખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહેજમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી...

Amruta Pritam * ખેવના દેસાઇ

Virgin When I entered your bridal chamberI was not one but two persons.One’s marriage had consummated and completethe other had remained a chaste virgin.To fulfill our unionI had to kill the virgin.And kill her, I did.Such murders are sanctioned by...