The Diwan of Zeb-un-nissa * અનુ. મીનાક્ષી ચંદારાણા

To Thee, first,
From the clouds of Whose mercy is born
The rose of my garden, I look!
Let the praise of Thy love the beginning adorn
Of the verse of my book.

Athirst
For Thy love are my body and soul;
Like Mansur the grains of this clod,
My body, cry out—They are parts, Thou the whole,
Themselves they are God.

The waves
Of Thy deluge of love o’er the boat
Of mortality roll;
No Noah could lift from the deeps till it float
My love-drownèd soul.

As slaves
The powers of the darkness for me
Will obedient fly;
If a word of my praise be accepted by Thee, 
Like Suleiman I.

And now
No more do the ready tears start
As laments from my tongue,
For like pearls the blood-drops that are drawn from my heart
On my lashes are hung.

Bear thou,
O Makhfi, with patience thy pain,
It is endless, and leave thou the night
Of thy passions; for then shall not Khizr attain                   

Such a spring of delight.

– ઝેબુન્નિસા (મૂળ ફારસી કાવ્ય) 

English translation by
Magan Lal & Jessie Duncann

*****

દીવાન – એ – મખ્ફી

હે પ્રભુ! મારા બગીચે તારા કરુણામેઘથી,

પુષ્પ પમર્યાં પદ્યવરણાં, મુગ્ધ થઈ નીરખ્યા કરું!

હેતને તારા વધાવી ને કરી તારી સ્તુતિ,

તવ ચરણકમલે પ્રથમ આ પુષ્પ લે પ્રેમે ધરું!

માટીના ઢેફાથી એના કણ પૃથક હોતા નથી,

એમ મારા દેહનો હર અંશ તારો અંશ છે!

તેથી તો મન્સૂરની માફક સતત આક્રંદ કરતો

વ્હાલ-તરસ્યો દેહ મારો, વ્હાલ-તરસ્યો માંહ્યલો–

દાવાપૂર્વક કહી રહ્યો છેઃ

“હુંય ઈશ્વર…. હુંય ઈશ્વર”

નાવને ભરતીનું મોજું જેમ ઉથલાવી જ દે,

એ રીતે મિથ્યાપણાને માયા સુવડાવી જ દે;

મર્ત્ય આ અસ્તિત્વ-નૈયા જ્યાં લગી ઊભરી સ્વયં આવે નહીં,

ત્યાં સુધી તો નોહા સરખા દેવદૂતો પણ ઉગારી ના શકે!

આસુરી શક્તિ બધી સેવક બની જાશે પ્રભુ!

હું કહીશ એવી રીતે એ ઉડ્ડયન કરશે પ્રભુ!

મુજ સ્તુતિનું વેણ એકાદુંય તું હૃદયે ધરે–

તો-તો સુલેમાન થઈ મુજ આતમા ઉડાન ભરશે, હા પ્રભુ!

કાલ જીભ ગાતી હતી દુખ-દર્દને,

ને વળી નયનોય રડતાં’તાં ઘણું,

ને હવે મારા હૃદયસરથી સીંચાયું રક્તનું પ્રત્યેક બિંદુ,

પાંપણે બાંધે છે તોરણ મોતીનું!

ક્યાંય આરો, ક્યાંય ઓવારો નથી, તો શું થયું!

દિલનાં દુઃખને એક ક્ષણ ભૂલી અને…

લાવ અંતરના ઉમંગો એ ફરી!

લાવ ભીતરની વસંતો એ ફરી!

પોષનું તે શું ગજું ઊભો રહે!

ના, હરેરી જઈશ નહિ, મખ્ફી! જરી તું ખમ ધીરી!

ભાવાનુવાદ – મીનાક્ષી ચંદારાણા 

OP 11.5.21

*****

*****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-05-2021

આ અદ્ભૂત કાવ્ય, તેય ભાવાંતર થઇ ને ફારસી-અંગ્રેજી-ગુજરાતીમાં અવતરે અને એનું કાવ્ય તત્વ જળવાઇ રહે, એ ખૂબ જ અભિનંદનિય છે.

છબીલભાઈ ત્રિવેદી

11-05-2021

ધ દિવાન ઓફ ઝેબુનિસા નો ખુબજ સુન્દર અનુવાદ મિનાક્ષી બેને કર્યો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: