જયંત પાઠક ~ બાનો ઓરડો * અનુ. પ્રદીપ ખાંડવાળા * Jayant Pathak * Pradip Khandawalla

બાનો ઓરડો – જયંત પાઠક

જન્મતાવેંત
બાની છાતીએ, બાની પથારીમાં,
ભાખોડિયાં ભરી ભરીને ,છેવટે
બાના ખોળામાં,
શેરીમાં  રમી-રખડીને,છેવટે
બાના ઓરડામાં;
સંસારમાં બા જ એક હાથવગી,પ્રેમવગી ત્યારે –

ને આજે ;
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે !
પહોંચતા કેટલી વાર થાય છે !

*****

Mother’s Room – Jayant Pathak

Right after birth
on Mother’s breast
in her bed;
on all fours crawling
at last into her lap;
after playing and roaming in the streets
finally back in Mother’s room;
Mother was the only one
always at hand, always loving – then.

Now
when I return home
and peer inside
how distant does Mother’s room appear!
How long it takes
to reach her chamber!

Translated from Gujarati by Pradip N. Khandwalla
સૌજન્ય : poetryindia.com

23.4.21

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: