દિપક બારડોલીકર ~ આપવા ઈચ્છે * અનુ. સંધ્યા ભટ્ટ * Dipak Bardolikar * Sandhya Bhatt

આપવા ઈચ્છે

આપવા ઈચ્છે તો આપે છે ઘણું
શું નથી દરિયાની પાસે છે ઘણું

શી ખબર મારી જવાનીની તને
પૂછ દરિયાને એ જાણે છે ઘણું

પ્રાણ પણ ક્યારેક તો ઓછો પડે
સત્ય સારું, પણ એ માગે છે ઘણું

હું તો જોઉં જંગલી પારેવડાં
એ કહે છે,તું વિચારે છે ઘણું

ગા ભલે ગુણગાન તું વરસાદનાં
દોસ્ત,શબનમ પણ ઉગાડે છે ઘણું

એ નથી શાયદ હવે આ શહેરમાં
આ નગર અણજાણ્યું લાગે છે ઘણું

બીજું શું ‘દીપક’ અમોને જોઈએ
ઝીણો અણસારોય આપે છે ઘણું

~ દીપક બારડોલીકર

*****

If it is willing gives too much
What not ! Sea has got too much

What do you know about my youth?
Ask sea,it knows too much

Sometimes life is also less for it
Truth is good,but it demands too much

When I see wild doves
She says,you think too much

You may sing the praise of rain
Friend,dew, too,grows too much

Perhaps she is not here in this city
This place seems unknown too much

What else do we want ‘Deepak’?
A slight gesture,too gives too much

Translated by Sandhya Bhatt

OP 6.4.21

*****

*****

છબીલભાઈ ત્રિવેદી

07-06-2021

દિપક બારડોલીકર નીગઝલ નો અનુવાદ સંધ્યાબેને ખુબ સરસ કરેલો છે આજનુ રમેશપારેખ નુ કાવ્ય ગીત તો ખુબજ જુનુ જાણીતુ છે ગોર માને પાંચે આંગળી પુજયા તેમના મુખે થી પણ બાબાપુર અમારી સંસ્થા માંખુબ સાંભળેલુ છે હુ બાબાપુર હસુમતીબેન ગુણવંતભાઈ પુરોહિત ની સંસ્થા મા પીટીસી કરતો હતો આભાર લતાબેન

લલિત ત્રિવેદી

06-05-2021

વાહ વાહ… સંધ્યાબેન… બંને અનુવાદો સરસ… આભાર… અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: