Tagged: પ્રદીપ ખાંડવાળા

રઘુવીર ચૌધરી ~ આ એક નદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Raghuvir Chaudhari * Pradip Khandawalla

આ એક નદી દર્પણમાં મારા ચહેરાની પાછળ હજીય વહેતી આ એક નદી નામે સાબરમતી. અમથી અમથી ખમચાતી મારી નીંદર પરથી પસાર થતી. સવારે ધુમ્મસમાં ભળીને લગભગ પુલ નીચે એ અટવાઈ જતી. અને ચારેકોર જાગતા અવાજમાં ખોવાઈ જતી એની જાણીતી ગતિ....

પ્રદીપ ખાંડવાળા ~ સાંઈ * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla

સાંઈ ~ પ્રદીપ ખાંડવાળા ખાન-પાનમાં ઉછરેલો. વર્ષો પહેલાં ઝાકઝમાળ ધોરી માર્ગ પરથી એ ફંટાઈ ગયો જે ધસતો કશે નહીંથી કશે નહીં સુધી. થાકી ગયો હતો. આ ભદ્ર માર્ગમાંથી કોઈ મકાનનાં ભંગારમાં વળી ગયો. કાટમાળ એને ઓપદાર બાંધકામ કરતા વધુ માફક...

દલપતરામ ~ ડોશી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla * Dalpatram

કેડેથી નમેલી ડોશી : દલપતરામ કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે શું શોધો છો કશી ચીજ  અછતી રહી કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું જુવાનીમાં દિવાની તારા જેવી ગતિ રહી છવાઈ જરાની છાયા, કાયાના વીંધાયા બંધ ગાયા ન ગોવિંદરાયા,...

જયંત પાઠક ~ બાનો ઓરડો * અનુ. પ્રદીપ ખાંડવાળા * Jayant Pathak * Pradip Khandawalla

બાનો ઓરડો – જયંત પાઠક જન્મતાવેંતબાની છાતીએ, બાની પથારીમાં,ભાખોડિયાં ભરી ભરીને ,છેવટેબાના ખોળામાં,શેરીમાં  રમી-રખડીને,છેવટેબાના ઓરડામાં;સંસારમાં બા જ એક હાથવગી,પ્રેમવગી ત્યારે – ને આજે ;બહારથી આંગણે આવીનેઘરમાં જોઉં છું તોબાનો ઓરડો કેટલો આઘો દેખાય છે !પહોંચતા કેટલી વાર થાય છે !...

રમેશ પારેખ ~ પ્રાણજીવન હરજીવન મોદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Ramesh Parekh * Pradip Khandawalla

પ્રાણજીવન હરજીવન મોદી પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે ? હાજર છે, નામદાર, સપનામાં ચોર્યુ’તું તે આ ગાજર છે ? – ગાજર છે, નામદાર. આરોપીને આ બાબત કૈં કહેવું છે ? – કહેવું છે, નામદાર, રજા મળે તો ગાજર સૂંઘી લેવું...

વિપિન પરીખ ~ આખરે * અનુ. પ્રદીપ ખાંડવાળા * Vipin Parikh * Pradip Khandawalla

આખરે ઘરના બે કટકા કર્યા,એક ઉપર અને એક નીચે.ઉપર જે જાય તે નીચે થઈને જ જાય.પણ કોઈએ કોઈની સાથે આંખ મેળવવાની નહીં.કદાચ…..!છરી લઈને આંગળીના બે સરખા ભાગ કર્યાતોય કોઈને સંતોષ ન જ થયો.એક થાળી અને એક વાટકી માટેમન રાક્ષસ થઈને...

રમેશ પારેખ ~ કાગડો મરી ગયો * અનુ. પ્રદીપ ખાંડવાળા Ramesh Parekh Pradip Khandawalla

કાગડો મરી ગયો સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયોખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહેજમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી...