અનિલ જોશી ~ કીડીએ ખોંખારો ખાધો : અનુવાદ ~ પ્રદીપ ખાંડવાળા * Anil Joshi * Pradip Khandawalla  

કીડીએ ખોંખારો ખાધો ~ અનિલ જોશી

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?
ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
ક્રાઉં, ક્રાંઉં…

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

~ અનિલ જોશી

An ant cleared its throat

An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?

Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

~ English Translation by Pradip Khandawalla

From ‘Beyond the Beaten Track’

5 Responses

 1. Minal Oza says:

  કીડી,લીમડો ને કાગડાના પ્રતીક દ્વારા વ્યંજનાત્મક
  રીતે કવિએ સારું કહી દીધું છે.

 2. ખુબ સરસ કાવ્ય અને અનુવાદ

 3. 'સાજ' મેવાડા says:

  વાહ ગીત અને ભાવાનુંવાદ.

 4. કીડી એ ખોંખારો ખાધો… એજ મજા.

 5. હર્ષદ દવે says:

  Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: