પ્રદીપ ખાંડવાળા ~ વનમાં ઐક્ય * Pradip Khandawalla

વનમાં ઐક્ય

શીતળ પવને

બપોરની ચિંતાઓને

ખંખેરી નાખી હતી.

થોડોક પ્રકાશ

જંગલની ભોંય પર

ઝમતો હતો.

પીપળાની નીચે

માત્ર આડા પથ્થરોનું બનાવેલું

એક દેરું હતું.

એમાં છંટકાવ કંકુનો હતો

અને કોઈની ક્યારેકની

પ્રાર્થનાઓનો.

હું થોડીક ક્ષણો

વૃક્ષનાં મૂળિયાં પાસે

ઊભો રહ્યો

દેવીને નમ્યો

આભની સાક્ષીએ 

પ્રકૃતિને વર્યો!

~ પ્રદીપ ખાંડવાળા

નાનકડું અને ભાવસભર કાવ્ય.

શરૂઆતના શબ્દો ‘શીતળ પવન’ અને ‘પ્રકાશ’ ભાવકને એક શાંત સહૃદયતાની ભૂમિ પર તરત પ્રવેશ કરાવી દે છે. જાણે ભાવક પણ નિશ્ચિંતતાના પ્રદેશમાં પગલાં માંડે છે, જે દેરી પાસે જઈને દેવને શ્રદ્ધા સમર્પિત કરવા માટે જરૂરી છે. વનમાં ઘણાં વૃક્ષો હોય પણ પીપળાની પસંદગી જાણે શ્રદ્ધાને દૃઢાવવા  માટે થઈ છે. કંકુનો છંટકાવ એ સહજ પ્રક્રિયા છે પણ ‘કોઈની પ્રાર્થનાનો છંટકાવ’ કહીને કવિ આ શબ્દોમાં કાવ્ય પરોવે છે.  

3 Responses

  1. સુંદર અછાંદસ કાવ્ય.

  2. ભાવસભર રચના બધા શેર ખુબ ગમ્યા અભિનંદન

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    પ્રકૃતિના ખોળે રમતી કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: